રીપોર્ટ@દેશ: સુશાંત કેસમાં સલમાન સહિત 8 કલાકારોને કોર્ટમાં હાજર થવા આદેશ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોત મામલે 8 ફિલ્મી હસ્તીઓને કોર્ટમાં હાજર થવાનાં આદેશ થતાં ચકચાર મચી ગઇ છે. સુધીર ઓઝાની ફરીયાદ વચ્ચે મુઝફ્ફરપુર જિલ્લા કોર્ટ દ્રારા 8 ફિલ્મી હસ્તીઓએ પોતે કે તેમનાં વકિલનાં માધ્યમથી કોર્ટમાં હાજર રહેવું પડશે. હાજર રહેવાની તારીખ 7 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. અટલ સમાચાર આપના
 
રીપોર્ટ@દેશ: સુશાંત કેસમાં સલમાન સહિત 8 કલાકારોને કોર્ટમાં હાજર થવા આદેશ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોત મામલે 8 ફિલ્મી હસ્તીઓને કોર્ટમાં હાજર થવાનાં આદેશ થતાં ચકચાર મચી ગઇ છે. સુધીર ઓઝાની ફરીયાદ વચ્ચે મુઝફ્ફરપુર જિલ્લા કોર્ટ દ્રારા 8 ફિલ્મી હસ્તીઓએ પોતે કે તેમનાં વકિલનાં માધ્યમથી કોર્ટમાં હાજર રહેવું પડશે. હાજર રહેવાની તારીખ 7 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે મુઝફ્ફરપુર જિલ્લા કોર્ટ આજે એક આદેશ જારી કર્યો છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટનાં આદેશ મુજબ, સલમાન ખાન, કરન જોહર, આદિત્ય ચોપરા, સાજિદ નડિયાદવાલા, સંજય લીલા ભણસાલી, એકતા કપૂર, ભૂષણ કુમાર અને દિનેશ વિજયને 7 ઓક્ટોબરનાં હાજર રહેવાનાં આદેશ આપ્યાં છે. આ મામલે તમામને નોટિસ મોકલી દેવામાં આવી છે. આ ફિલ્મી હસ્તિઓ વિરુદ્ધ અરજકર્તા સુધીર ઓઝાનાં પરિવારદ દાખલ કરી છે. અને સુશાંતનાં મોત માટે જવાબદાર ઠેરવ્યા છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોતની તપાસ દરમિયાન ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદથી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો NCB તાબડતોડ છાપામારીની કાર્યવાહી કરી છે. શુક્રવારે NCBની ટીમે આ મામલે એક મોટા ડ્રગ પેડલરની ધરપકડ કરી લીધી છે. રાહિલ વિશ્રામ નામનાં આ ડ્રગ પેડલરની પાસેછી NCBએ આશરે 1 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સની કિંમત 3થી 4 કરોડ રૂપિયાની આસ પાસ આંકવામાં આવી છે. આ ઉપરાંત NCBની ટીમને રાહિલનાં ઘરેથી 4.5 લાખ રૂપિયા રોકડા પણ મળ્યાં છે. અત્યાર સુધીનાં સમાચાર મુજબ રાહિલને બોલિવૂડ સેલિબ્રિટીઝની સાથે ડાઇરેક્ટ સંપર્ક હતો અને તે બોલિવૂડની પાર્ટીઝમાં પણ આવતો જતો હતો.