રીપોર્ટ@દેશ: પ્રયાગરાજ સંગમ તટ પર આસ્થાનું ઘોડાપૂર, 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી

 
સંગમ
 2025નો રેકોર્ડ પણ તૂટી ગયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વસંત પંચમીના પાવન પર્વ પર સંગમ તટ પર આસ્થાનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. તમામ અનુમાનને પાછળ છોડીને જ્યારે આસ્થાની ભીડ સંગમ તરફ વધી તો મહાકુંભ 2025નો રેકોર્ડ પણ તૂટી ગયો, જેમાં ઉમટેલા શ્રદ્ધાળુઓની ચર્ચા વિશ્વભરમાં થઈ હતી. અધિકારીઓનો દાવો છે કે, શુક્રવારે વસંત પંચમીના પાવન પર્વ પર 4:00 વાગ્યા સુધીમાં 3 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી હતી, જ્યારે મહાકુંભ 2025ની વસંત પંચમી પર 2.57 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

મહાકુંભની અસર હજુ પણ દેખાય રહી છે. કદાચ આ જ કારણ છે કે, વસંત પંચમી જેને પરંપરાગત રીતે સ્થાનિક (પ્રયાગરાજ શહેર અને આસપાસના વિસ્તારોના લોકોનું) સ્થાન માનવામાં આવે છે, પર એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. વહીવટી અધિકારીઓએ દાવો કર્યો હતો કે. સવારે 8:00 વાગ્યા સુધી 1 કરોડ 4 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું, જ્યારે સવારે 10:00 વાગ્યા સુધીમાં 1 કરોડ 40 લાખ, બપોરે 12:00 વાગ્યા સુધીમાં 2 કરોડ 10 લાખ, બપોરે 2:00 વાગ્યા સુધીમાં 2 કરોડ 90 લાખ અને સાંજે 4:00 વાગ્યા સુધીમાં 3 કરોડ 20 લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી હતી.

મોડી સાંજે મેળા વહીવટીતંત્રએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓનો આંકડો જારી કર્યો હતો.શ્રદ્ધાળુઓની ભીડ એટલી હદે ઉમટી હતી કે, સંગમ કિનારે વ્યવસ્થા સંભાળવામાં પોલીસ અને વહીવટી અધિકારીઓનો પરસેવો છૂટી ગયો હતો. સંગમ અને આસપાસના સ્નાન ઘાટ પર દિવસ દરમિયાન ઘણી વાર શ્રદ્ધાળુઓનું દબાણ વધી ગયું તેથી તેમને ઝૂંસી તરફ મોકલવા પડ્યા. શ્રદ્ધાળુઓને મહાવીર પોન્ટૂન બ્રિજ દ્વારા ઝુંસી તરફ મોકલવામાં આવી રહ્યા હતા. મેળા અધિકારી ઋષિરાજ સમયાંતરે તેમના મોબાઈલ પર કંટ્રોલ રૂમમાંથી આવલી તસવીરો જોઈને એ વાતનો અંદાજ લગાવી રહ્યા હતા કે સંગમ પર એક સમયે કેટલી ભીડ છે. તે પ્રમાણે જે તેમના નિર્દેશ પર ડાયવર્ઝન પ્લાન લાગૂ કરવામાં આવ્યો.આ પહેલા મૌની અમાવસ્યા સ્નાન પર્વ પર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સાથે થયેલા વિવાદને ધ્યાનમાં રાખીને આ વખતે વધારાની સાવધાની રાખવામાં આવી હતી.