રિપોર્ટ@દેશ: જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં એક મોટો આતંકવાદી હુમલો, સેનાના વાહન પર અનેક રાઉન્ડ ગોળીબાર

ઘટનાને અંજામ આપ્યા પછી આતંકવાદીઓ તરત જ ઘટનાસ્થળેથી ભાગી ગયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં મોટો આતંકવાદી હુમલો થયો છે. સેનાના વાહન પર અનેક રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. મળતી માહિતી મુજબ જમ્મુના રૌજારીના સુંદરબની સેક્ટરમાં બપોરે લગભગ 12:45 વાગ્યે સેનાના વાહન પર 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.આ ઘટનાને અંજામ આપ્યા પછી આતંકવાદીઓ તરત જ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. હાલમાં આ ઘટનામાં કોઈના ઘાયલ થવાના કે જાનહાનિના કોઈ સમાચાર નથી. વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને આતંકવાદીઓને શોધવામાં આવી રહ્યા છે.
જમ્મુનો સુંદરબની વિસ્તાર, જ્યાં આ હુમલો થયો હતો, તે LoC ને અડીને આવેલો છે. સવારથી અહીં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું, તે દરમિયાન સેનાના વાહન પર હુમલો કરવામાં આવ્યો. જોકે, સેનાએ હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટી કરી નથી. આ વિસ્તાર પાકિસ્તાન સરહદને અડીને આવેલો છે. તેથી પોલીસને હાલમાં ત્યાં જવાની મંજૂરી નથી. સેના પોતે ત્યાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સમગ્ર વિસ્તારમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરો તરત જ ભાગી ગયા હતા અને નજીકના વિસ્તારોમાં છૂપાઈ ગયા હતા. સેનાના જવાનોને બદલો લેવાની તક પણ મળી નહીં. આ પછી સેનાના જવાનોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે.શરૂઆતની તપાસના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે સેનાના વાહનની ગતિવિધિ દરમિયાન આ આકસ્મિક ગોળીબાર હતો. આ મામલે હજુ સુધી કોઈપણ સેના અધિકારી તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.