રીપોર્ટ@દેશ: કેન્દ્રની રાજ્ય સરકારોને સલાહ, સંક્રમણ વધુ હોય ત્યાં લગાવો કડક લોકડાઉન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક દેશભરમાં વધતાં જતાં કોરોના કહેરને લઇ કેન્દ્ર સરકારે રાજ્યોને વધુ સંક્રમણ ધરાવતાં વિસ્તારોમાં 14 દિવસનું કડક લોકડાઉન લાગુ કરવા કહ્યું છે. કેન્દ્રએ રાજ્ય સરકારોને એવા વિસ્તારની માહિતી એકઠી કરવા જણાવ્યું છે કે, જ્યાં કોરોનાનું સંક્રમણ દર 10 ટકા કે તેથી વધુ હોય. આ વિસ્તારોમાં સ્થાનિક રીતે લોકડાઉન લાગુ કરવામાં આવી
 
રીપોર્ટ@દેશ: કેન્દ્રની રાજ્ય સરકારોને સલાહ, સંક્રમણ વધુ હોય ત્યાં લગાવો કડક લોકડાઉન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશભરમાં વધતાં જતાં કોરોના કહેરને લઇ કેન્દ્ર સરકારે રાજ્યોને વધુ સંક્રમણ ધરાવતાં વિસ્તારોમાં 14 દિવસનું કડક લોકડાઉન લાગુ કરવા કહ્યું છે. કેન્દ્રએ રાજ્ય સરકારોને એવા વિસ્તારની માહિતી એકઠી કરવા જણાવ્યું છે કે, જ્યાં કોરોનાનું સંક્રમણ દર 10 ટકા કે તેથી વધુ હોય. આ વિસ્તારોમાં સ્થાનિક રીતે લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યુ હતું કે, સંક્રમણના દર સિવાય, જો કોરોનાના દર્દીઓ જ્યા વધુ આવી રહ્યા હોય અથવા જ્યાં દર્દીઓની સંખ્યા વધુ હોય, તો સ્થાનિક લોકડાઉન લગાવી શકાય છે. જોકે, કેન્દ્રે સમગ્ર રાજ્ય અથવા જિલ્લામાં લોકડાઉન કરવાની ભલામણ કરી નથી. આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં લગભગ 250 જિલ્લાઓ છે જ્યાં કોરોના સંક્રમણનો દર 10 થી 15 ટકા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કેન્દ્ર સરકારે રાજ્યોને વધુમાં વધુ કેસ પ્રાપ્ત થતા જિલ્લાઓ કે સ્થળોની ફરીથી ઓળખ કરવા જણાવ્યું છે. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે, એક જ જિલ્લામાં આવેલું ગામ અથવા શહેર સૌથી વધુ અસરગ્રસ્ત હોય છે. જ્યારે અન્ય સ્થળ, શહેર કે ગામમાં એક પણ કેસ ચેપ લાગ્યો નથી. આવી સ્થિતિમાં, ચેપગ્રસ્ત ગામ અથવા શહેરમાં જ 14 દિવસનું લોકડાઉન કરવું વધુ સારૂ રહેશે.