રિપોર્ટ@દેશ: અમિત શાહ અચાનક જ નાગપુરથી દિલ્હી રવાના, આજની મહારાષ્ટ્રની તમામ જાહેરસભાઓ રદ્દ

 
અમિત શાહ
અચાનક તેમની તમામ રેલીઓ રદ કરી દેવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્રીયમંત્રી અમિતશાહની મહારાષ્ટ્રમાં આજની તમામ રેલીઓ રદ્દ કરવામાં આવી છે. તેઓ નાગપુરથી દિલ્હી જવા રવાના થયા છે. અમિત શાહ આજે મહારાષ્ટ્રમાં ચાર જનસભાને સંબોધવાના હતા પરંતુ અચાનક એવા સમાચાર સામે આવ્યા છે કે તેઓ આજની તમામ જાહેરસભાઓ રદ કરીને નાગપુરથી દિલ્હી ગયા છે. આવું શા માટે થયું તે હજુ સુધી બહાર આવ્યું નથી.

અમિત શાહ ગઢચિરોલી, વર્ધા, કાટોલ અને સાવરમાં ચૂંટણી જાહેર સભાને સંબોધન કરવાના હતા. તેમના સ્થાને સ્મૃતિ ઈરાની હવે આ સ્થળોએ ચૂંટણી રેલીઓને સંબોધન કરશે. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન છે. એક જ તબક્કામાં 288 બેઠકો પર મતદાન થશે. આવતીકાલે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. આવી સ્થિતિમાં આજે શાહ જોરશોરથી પ્રચાર કરવા જઈ રહ્યા હતા પરંતુ અચાનક તેમની તમામ રેલીઓ રદ કરી દેવામાં આવી હતી. આ વખતે મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી અને મહાયુતિ વચ્ચે લડાઈ છે.

મહા વિકાસ આઘાડીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની એનસીપી અને કોંગ્રેસનો સમાવેશ થાય છે, જ્યારે મહાયુતિમાં એકનાથ શિંદેની શિવસેના, ભાજપ અને અજિત પવારની એનસીપીનો સમાવેશ થાય છે. અજિત 2019ની વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિનો ભાગ નહોતો. પરંતુ આ વખતે તેઓ ભાજપ સાથે છે.