રીપોર્ટ@દેશ: આવતીકાલે રામનવમીએ અનેક રાજ્યોમાં બેંકનું કામકાજ રહેશે બંધ, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક આવતીકાલે રામનવમીના અવસરે 21 એપ્રિલે અનેક રાજ્યોમાં બેંક બંધ રહેશે. કોરોના સંકટના કારણો જો તમે બેંકના કામને લઈને બહાર નીકળો છો તો તમારે માટે આ સમાચાર કામના છે. જો તમે બેંકના કામે બહાર જાઓ છો તો તમારે જાણી લેવું જોઈએ કે, આવતીકાલે બેંકનું કામ થશે નહીં. આરબીઆઈએ બેંકની રજાઓનું લિસ્ટ જાહેર
 
રીપોર્ટ@દેશ: આવતીકાલે રામનવમીએ અનેક રાજ્યોમાં બેંકનું કામકાજ રહેશે બંધ, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક

આવતીકાલે રામનવમીના અવસરે 21 એપ્રિલે અનેક રાજ્યોમાં બેંક બંધ રહેશે. કોરોના સંકટના કારણો જો તમે બેંકના કામને લઈને બહાર નીકળો છો તો તમારે માટે આ સમાચાર કામના છે. જો તમે બેંકના કામે બહાર જાઓ છો તો તમારે જાણી લેવું જોઈએ કે, આવતીકાલે બેંકનું કામ થશે નહીં. આરબીઆઈએ બેંકની રજાઓનું લિસ્ટ જાહેર કરી દીધું છે. આ રજાઓ રાજ્યોના આધારે નક્કી કરાઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બુધવારે એટલે કે આવતી કાલે 21 એપ્રિલે રામનવમીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે જેના કારણે આવતીકાલે અનેક રાજ્યોમાં બેંક બંધ રહેશે. દેશના અનેક ભાગમાં આવતીકાલે બેંકની રજા હોઈ શકે છે. રામનવમીને હિંદુ ધર્મમાં પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આ દિવસ ચૈત્ર મહિનાના 9મા દિવસે ઉજવાય છે. આવતીકાલે પશ્ચિમ બંગાળ, અસમ, ગોવા, જમ્મૂ કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, પુડુંચેરી, તમિલનાડુમાં બેંકમાં રજા રહેશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, 24 એપ્રિલે બેંકમાં ચોથા શનિવારના કારણે રજા રાખવામાં આવશે. તો 25 એપ્રિલે રવિવારની સાથે મહાવીર જયંતિ હોવાના કારણે પણ બેંકમાં રજા રહેશે. આ કારણે તમે સળંગ 2 દિવસ સુધી બેંકની બ્રાન્ચ પર જઈને કોઈ પણ પ્રકારની લેવડ દેવડ કરી શકશો નહીં. જો કે તમે આ સમયે ડિજિટલ ટ્રાન્ઝેક્શનની મદદથી જેમકે એટીએમ, મોબાઈલ બેંકિંગ અને ઓનલાઈન બેંકિંગ સર્વિસની મદદ લઈ શકો છો.