રીપોર્ટ@દેશ: શું લાંબા સમય સુધી માસ્ક પહેરી રાખવાથી ઘટી શકે છે ઓક્સિજન ? જુઓ એક ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક દેશમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ત્યારથી જ બધા એક્સપર્ટની ટીમ અને સરકાર જનતાને કહી રહી છે કે તેઓ ઘરમાંથી બહાર નીકળે ત્યારે બે માસ્ક પહેરીને નીકળે અને ઘરમાં પણ બધા બેઠા હોય ત્યારે બે માસ્કનો ઉપયોગ કરે. કોરોનાની બીજી લહેરે પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવ્યું છે અને દરરોજ લાખો લોકોને
 
રીપોર્ટ@દેશ: શું લાંબા સમય સુધી માસ્ક પહેરી રાખવાથી ઘટી શકે છે ઓક્સિજન ? જુઓ એક ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ત્યારથી જ બધા એક્સપર્ટની ટીમ અને સરકાર જનતાને કહી રહી છે કે તેઓ ઘરમાંથી બહાર નીકળે ત્યારે બે માસ્ક પહેરીને નીકળે અને ઘરમાં પણ બધા બેઠા હોય ત્યારે બે માસ્કનો ઉપયોગ કરે. કોરોનાની બીજી લહેરે પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવ્યું છે અને દરરોજ લાખો લોકોને સંક્રમિત કરી રહી છે. આ લહેરથી બચવા માટે બે માસ્ક પહેરવા એ સૌથી પહેલો ઉપાય છે. સરકાર અને એક્સપર્ટ લોકો કહી રહ્યા છે કે ઘરમાં બધાની સાથે હોવ ત્યારે અને ઘરમાંથી બહાર નીકળો ત્યારે બે માસ્ક અચૂક રીતે પહેરવા જોઈએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ નિર્ણય આવ્યાના થોડા જ દિવસમાં સોશ્યલ મીડિયા પર એવા મેસજ વાયરલ થઈ રહ્યા છે કે બે માસ્ક પહેરવાથી શરીરમાં ઑક્સિજન ઘટી જાય છે અને કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી જાય છે. અને તેનાથી શરીરમાં ગંભીર સમસ્યાઓ સર્જાય છે. અફવાઓ ફેલાવતા સમાચારોની પુષ્ટિ કરનાર ટ્વિટર હેન્ડલ PIBFactCheck આ વાતને ધ્યાનમાં ન લેવાનું કહ્યું છે. સરકારે આ મુદ્દે સ્પષ્ટતા કરતાં એક વિડીયો દ્વારા ટ્વિટ કરી છે કે ” લોકોએ કરેલ દાવો સાવ ખોટો છે”

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તેમણે એક બીજી પણ માહિતી આપી છે કે, ઝાડના પાંદડા ખાવાથી કોરોના સંકમિત વ્યક્તિને બચાવી શકાય છે તે વાત પણ સાવ ખોટી છે. સરકારે કોરોનાને લઈને માત્ર જે ગાઈડલાઇન આપી છે તેનું પાલન કરો અને કોરોનાથી બચો. બીજી એક અફવા એ પણ ફેલાઈ છે કે ગરમ પાણીથી ન્હાવાથી તમને કોરોના નથી થતો. જ્યારે હકીકત એ છે કે ગરમ પાણીથી વાયરસ ક્યારેય મરતો નથી. વાયરસને મારવા માટે એક લેબમાં 60 થી 75 ડિગ્રી ટેમ્પરેચર રાખવું પડે છે.