રીપોર્ટ@દેશ: 5G ટેસ્ટિંગના કારણે દેશમાં વધી રહ્યાં છે કોરોના કેસ ? WHOએ શું કહ્યું જાણો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક દેશમાં આજકાલ સોશ્યલ મિડીયા પર એવા મેસેજની ભરમાર રહે છે કે કોરોના માટે 5જી ટેસ્ટિંગ જવાબદાર છે તેના પર હૂએ નિવેદન આપ્યુ છે. કહેવામાં આવી રહ્યું છે કે 5જી ટાવરોની ટેસ્ટિંગથી નીકળતુ રેડીએશન હવાને ઝેરી બનાવે છે અને જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. સાથે જ વાયરલ
 
રીપોર્ટ@દેશ: 5G ટેસ્ટિંગના કારણે દેશમાં વધી રહ્યાં છે કોરોના કેસ ? WHOએ શું કહ્યું જાણો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં આજકાલ સોશ્યલ મિડીયા પર એવા મેસેજની ભરમાર રહે છે કે કોરોના માટે 5જી ટેસ્ટિંગ જવાબદાર છે તેના પર હૂએ નિવેદન આપ્યુ છે. કહેવામાં આવી રહ્યું છે કે 5જી ટાવરોની ટેસ્ટિંગથી નીકળતુ રેડીએશન હવાને ઝેરી બનાવે છે અને જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. સાથે જ વાયરલ પોસ્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ જ રેડીએશનના કારણે ઘરમાં દરેક જગ્યાએ કરંટ લાગે છે. પોસ્ટમાં સજેશન આપવામાં આવી રહ્યુ છે કે, આ ટાવરોની ટેસ્ટિંગ પર રોક લગાવી દેવી જોઇએ તો બધુ સારૂ થઇ જશે. કોરોનાથી જોડાયેલા તથ્યો અને ભ્રમ પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી આ વાતનું ખંડન કરવામાં આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

26 માર્ચના રોજ જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, 5 જી મોબાઇલ નેટવર્કથી કોરોના નથી ફેલાતો. તે સિવાય તે પણ કહ્યું કે કોરોના મોબાઇલ નેટવર્ક અને રેડિયો તરંગો સાથે એક જગ્યાથી બીજી જગ્યાએ નથી પહોંચી શકતો. રિપોર્ટ અનુસાર કોરોના તે દેશોમાં પણ થઇ રહ્યુ છે જ્યાં 5 જી નેટવર્ક નથી.