રીપોર્ટ@દેશ: કોરોના મહામારી સૌથી ખતરનાક તબક્કામાં પહોંચી: WHOના ડાયરેક્ટરે વ્યક્ત કરી ચિંતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાત સહિત દેશભરમાં લગભગ કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. આ બધાની વચ્ચે હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કોરોનાના ડેલ્ટા વેરીએન્ટના ફેલાવવા મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. ભારતમાં અને ગુજરાતમાં પણ ડેલ્ટા વેરીએન્ટના કેસો નોંધાઇ ચુક્યા છે. WHOના
 
રીપોર્ટ@દેશ: કોરોના મહામારી સૌથી ખતરનાક તબક્કામાં પહોંચી: WHOના ડાયરેક્ટરે વ્યક્ત કરી ચિંતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત સહિત દેશભરમાં લગભગ કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. આ બધાની વચ્ચે હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કોરોનાના ડેલ્ટા વેરીએન્ટના ફેલાવવા મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. ભારતમાં અને ગુજરાતમાં પણ ડેલ્ટા વેરીએન્ટના કેસો નોંધાઇ ચુક્યા છે. WHOના ડીજી ટેડ્રોસ એડનૉમે કહ્યું કે, વિશ્વ કોરોના મહામારીના સૌથી જોખમી તબક્કામાં પહોંચી ચૂક્યું છે. અહીં ડેલ્ટા જેવા વેરિએન્ટ વિક્સિત થવાની સાથે સ્વરૂપ બદલી શકે છે, ઓછું વેક્સિનેશન થયું હોય તેવા દેશોમાં સ્થિતિ ફરી બગડતી જોવા મળી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારત સહિત કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ ઝડપથી ઘણા દેશોમાં ફેલાઇ રહ્યો છે. જેના કારણે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. આપણે આ સમયે કોરોનાના સૌથી ખતરનાક તબક્કામાં છીએ. હજુ સુધી કોઈપણ દેશ તેનાથી છુટકારો મેળવી શક્યો નથી. ડેલ્ટા વેરિએન્ટ વધુ ખતરનાક બની શકે છે. 98 જેટલા દેશોમાં ડેલ્ટા વેરિએન્ટ મળી ચૂક્યો છે. ટેડ્રોસ એડનૉમે કહ્યું કે,’વિશ્વના તમામ દેશના નેતાઓ સાથે મળીને કામ કરે. આગામી વર્ષે આ સમય સુધીમાં તમામ દેશ 70 ટકા જેટલી વસ્તીને વેક્સિન લગાવે તેવી અપીલ અમે નેતાઓને કરી છે. આ સપ્ટેમ્બરના અંતસુધીમાં તમામ દેશ ઓછામાં ઓછી 10 ટકા વસ્તીને વેક્સિન લગાવવાનો પ્રયાસ કરે.’