રીપોર્ટ@દેશ: કોવિડના કારણે થયેલી આત્મહત્યાને કોરોનાનું મોત ગણાશે, સુપ્રિમે આપ્યા સરકારને આદેશ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાએ છેલ્લા દોઢ વર્ષમાં તબાહી મચાવી છે. કોઈએ માતાપિતા તો કોઈએ પતિ પત્ની ખોયા અને હજારો પરિવાર અને બાળકો અનાથ બન્યા છે. કોરોનાએ આર્થિક અને માનસિક રીતે લોકોને તોડી દીધા છે. કોરોના પોઝિટિવ હોવાથી અનેક લોકો કોમામાં ગયા તો અનેકે આત્મહત્યા કરી છે. આ લોકોના ડેથ સર્ટિફિકેટ જાહેર કરવામાં આને
 
રીપોર્ટ@દેશ: કોવિડના કારણે થયેલી આત્મહત્યાને કોરોનાનું મોત ગણાશે, સુપ્રિમે આપ્યા સરકારને આદેશ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાએ છેલ્લા દોઢ વર્ષમાં તબાહી મચાવી છે. કોઈએ માતાપિતા તો કોઈએ પતિ પત્ની ખોયા અને હજારો પરિવાર અને બાળકો અનાથ બન્યા છે. કોરોનાએ આર્થિક અને માનસિક રીતે લોકોને તોડી દીધા છે. કોરોના પોઝિટિવ હોવાથી અનેક લોકો કોમામાં ગયા તો અનેકે આત્મહત્યા કરી છે. આ લોકોના ડેથ સર્ટિફિકેટ જાહેર કરવામાં આને પરિવારની મદદ કરવા માટે સુપ્રીમ કોર્ટ આગળ આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

SCએ કેન્દ્રને કહ્યું કે કોરોના પોઝિટિવે આત્મહત્યા કરી હશે તો તેને કોરોનાથી મોત માનવામાં આવશે. કોર્ટે આ માટે રાજ્યોને નવા નિર્દેશ જાહેર કરી દેવાના આદેશ આપ્યા છે. એક રિપોર્ટ અનુસાર શપથપત્રમાં કેન્દ્રના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને સરળતાથી પ્રમાણપત્ર આપવાના સંબંધમાં ખાસ નિયમ બનાવ્યા છે. તે રાજ્યોને મોકલાયા છે. કેન્દ્રએ જે શપથપત્ર આપ્યું છે તેમાં કહેવાયું છે કે ઝેર ખાવાના કે દુર્ઘટનામાં મૃત્યુ થશે અને કોરોના પણ કારણ હશે તો તેને કોરોનાથી મોત ગણાશે નહીં. કોર્ટે આ સંબંધમાં કહ્યું કે કોરોનાના કારણે આત્મહત્યા કરનારાના મોતને કોરોનાથી થયેલું મોત માનવું સ્વીકાર્ય નથી. તેને કોરોનાના મોતનું સર્ટિફિકેટ મળવું જોઈએ. કોર્ટે કેન્દ્રને આદેશ આપ્યા છે કે તેઓ રાજ્યોને આદેશ આપે અને દરેકને સર્ટિફિકેટ આપે.

ગયા શુક્રવારે સરકારે કોર્ટમાં એક એફિડેવિટ ફાઈલ કરીને કહ્યું કે કોરોના પોઝિટિવ આવ્યાના 30 દિવસમાં કોઈનુ મોત હોસ્પિટલ કે ઘરમાં થાય છે તો ડેથ સર્ટિફિકેટ પર મોતનું કારણ કોરોના લખાશે. જો કે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને 30 જૂને નિર્દેશ જાહેર કર્યા હતા કે જેમના મોત કોરોનાના કારણે હોસ્પિટલ કે ક્યાંક બીજે થાય છે તેમને કોરોનાથી મોત ગણવા પર વિચાર કરાશે. આ સાથે સરકારે સ્પષ્ટ રેખા બનાવવાના આદેશ આપ્યા છે. કોર્ટના નિર્દેશ બાદ સ્વાસ્થ્ય મંત્રાલ અને ICMRએ 3 સપ્ટેમ્બરે નવી ગાઈડલાઈન બનાવી છે. જેમાં કહેવાયું છે કે કોરોનાની પુષ્ટિ થયા બાદ કોઈ દર્દી હોસ્પિટલથી ડિસ્ચાર્જ થાય છે અને ટેસ્ટના 30 દિવસમાં મોત થશે તો તે કોરોનાથી મોત થયેલું ગણાશે.