રીપોર્ટ@દેશ: ઘરે બેઠા બની જશે ડ્રાઇવિંગ લાઇસન્સ, સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે હાઇવે અને રોડ ટ્રાન્સપોર્ટ વિભાગે ડ્રાઇવિંગ લાઇસન્સને લઇને નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જે મુજબ જો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનું છે અથવા તેને રિન્યૂઅલ કરાવવાનું છે, તેના માટે તમારા RTO જવું નહીં પડે. નવા નિયમ મુજબ લર્નિંગ લાઇસન્સ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન હશે. એટલે એપ્લિકેશનથી લઇ લાઇસન્સ પ્રિટિંગ
 
રીપોર્ટ@દેશ: ઘરે બેઠા બની જશે ડ્રાઇવિંગ લાઇસન્સ, સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે હાઇવે અને રોડ ટ્રાન્સપોર્ટ વિભાગે ડ્રાઇવિંગ લાઇસન્સને લઇને નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જે મુજબ જો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનું છે અથવા તેને રિન્યૂઅલ કરાવવાનું છે, તેના માટે તમારા RTO જવું નહીં પડે. નવા નિયમ મુજબ લર્નિંગ લાઇસન્સ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન હશે. એટલે એપ્લિકેશનથી લઇ લાઇસન્સ પ્રિટિંગ સુધી આખી પ્રોસેસ ઓનલાઇન હશે. તેની સાથે જ ઇલેક્ટ્રોનિક સર્ટિફિકેટ અને ડોક્યૂમેન્ટનો ઉપયોગ મેડિકલ સર્ટિફિકેટ્સ, લર્નિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ સરેન્ડર અને તેની રિન્યૂઅલ માટે કરી શકાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નવા વાહનના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સહેલાઇથી થઇ જાય, એ જ આ ગાઇડલાઇન પાછળનો હેતુ છે. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનું રિન્યૂઅલ હવે 60 દિવસ એડવાન્સમાં કરી શકાય છે. તેના માટે ટેમ્પરરી રજિસ્ટ્રેશની સમયમર્યાદા પણ હવે 1 મહિનાથી વધારી 6 મહિના કરી દેવામાં આવી છે. તેની સાથે જ સરકારે લર્નિંગ લાઇસન્સ માટે પણ પ્રક્રિયામાં કેટલાક ફેરફાર કર્યા છે. તેના મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે RTO જવાની જરૂર નથી, આ કામ ટ્યૂટોરિયલ દ્વારા ઘરે બેઠા જ ઓનલાઇન કરી શકાય છે. આ પગલો કોરોના મહામારીના સમગગાળામાં રાહત આપનારો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, માર્ચના અંતમાં હાઇવે અને ટ્રાન્સપોર્ટ વિભાગે વધી રહેલા કોરોના સંકટને જોતા મોટર વ્હીકલ ડોક્યૂમેન્ટ જેવા કે ડ્રાઇવિંગ લાઇસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ, પરમિટ વગેરેની માન્યતા વધારી 30 જૂન 2021 કરી છે. વિભાગે એક સર્ક્યૂલર બહાર પાડ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે જે ડોક્યૂમેન્ટ 1 ફેબ્રુઆરી 2020ના રોજ એક્સપાયર થઇ ગયા હતા, તેને 30 જૂન 2021 સુધી માન્યતા આપવામાં આવે છે.