રીપોર્ટ@દેશ: પોસ્ટલ બેલેટની ગણતરીને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, જાણો વિગતે

 
ચૂંટણી
પોસ્ટલ બેલેટ ગણતરી પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો નિર્ણય 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પોસ્ટલ બેલેટની ગણતરીને લઈને ચૂંટણી પંચે મોટો નિર્ણય કર્યો છે. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે મોટો ફેરફાર કર્યો છે. નવા ફેરફાર હેઠળ હવે પોસ્ટલ બેલેટની ગણતરી થયા પછી જ EVM મતોની ગણતરી કરવામાં આવશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, EVM/VVPAT ગણતરીનો સેકન્ડ અને લાસ્ટ રાઉન્ડ પોસ્ટલ બેલેટ પૂર્ણ થયા પછી જ શરુ કરવામાં આવશે. અત્યાર સુધી પોસ્ટલ બેલેટ પહેલાં EVMની ગણતરી થઈ શકતી હતી, પરંતુ હવે VVPAT ગણતરી પૂરી થયા પછી જ પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થશે.

ચૂંટણી પંચે છેલ્લા છ મહિનામાં ચૂંટણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને પારદર્શિતા વધારવાના હેતુથી 29 મહત્ત્વપૂર્ણ પહેલ કરી છે. પંચની 30મી પહેલ તરીકે પોસ્ટલ બેલેટ ગણતરી પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો નિર્ણય કર્યો છે. મત ગણતરીના બે મુખ્ય તબક્કા છે:પોસ્ટલ બેલેટ/ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ(ETPB)ની ગણતરી અને EVM દ્વારા ગણતરી.ગણતરીના દિવસે સવારે 8:00 વાગ્યે પોસ્ટલ બેલેટની ગણતરી શરુ થશે.EVMની ગણતરી સવારે 8:30 વાગ્યે શરુ થશે.પહેલાં આવુ શક્ય હતું કે, EVMની ગણતરી પોસ્ટલ બેલેટની ગણતરી પહેલા પૂરી થઈ જાય. દિવ્યાંગ  અને વરિષ્ઠ નાગરિકો (85 વર્ષથી વધુ વયના) માટે તાજેતરના પગલાંથી પોસ્ટલ બેલેટની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે પોસ્ટલ બેલેટ પૂર્ણ થયા પછી જ EVM/VVPAT ગણતરીનો બીજો અંતિમ રાઉન્ડ શરુ કરવામાં આવશે. આ સુનિશ્ચિત કરશે કે, ગણતરીની પ્રક્રિયા સમાન અને સ્પષ્ટ રહે.જો પોસ્ટલ બેલેટની સંખ્યા વધુ હશે, તો પૂરતાં પ્રમાણમાં ટેબલ અને સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી કરીને કોઈ વિલંબ ન થાય.