રીપોર્ટ@દેશ: પરિવારમાં એક LPG કનેક્શન હોય તો પણ મળશે નવુ કનેક્શન, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક LPGનું નવુ કનેક્શન લેવુ પણ હવે ઓનલાઇન શોપિંગ કરવા જેટલું સરળ બની ગયું છે. પહેલા LPG ગેસ કનેક્શન લેવા માટે તમારી પાસે એડ્રેસ પ્રુફ હોવુ જરૂરી હતુ. ત્યારે જ તમને LPG કનેક્શન મળતું હતુ, નહીંતર ગેસ કનેક્શન મળતુ ન હતુ. ઘણીવાર અન્ય કારણોસર પણ ગેસ કનેક્શન મળવામાં સમસ્યા આવતી હતી.
 
રીપોર્ટ@દેશ: પરિવારમાં એક LPG કનેક્શન હોય તો પણ મળશે નવુ કનેક્શન, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

LPGનું નવુ કનેક્શન લેવુ પણ હવે ઓનલાઇન શોપિંગ કરવા જેટલું સરળ બની ગયું છે. પહેલા LPG ગેસ કનેક્શન લેવા માટે તમારી પાસે એડ્રેસ પ્રુફ હોવુ જરૂરી હતુ. ત્યારે જ તમને LPG કનેક્શન મળતું હતુ, નહીંતર ગેસ કનેક્શન મળતુ ન હતુ. ઘણીવાર અન્ય કારણોસર પણ ગેસ કનેક્શન મળવામાં સમસ્યા આવતી હતી. પરંતુ હવે નવા નિયમોના કારણે આ મુશ્કેલી પણ સરળ થઇ ગઇ છે. જો તમે કોઇ અન્ય કારણોસર તમે LPG કનેક્શન લેવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છો તો તમારી ચિંતા હવે દૂર થઇ જશે.

રીપોર્ટ@દેશ: પરિવારમાં એક LPG કનેક્શન હોય તો પણ મળશે નવુ કનેક્શન, જાણો એક જ ક્લિકે
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

હકીકતમાં જો તમારા પરિવારમાં કોઇની પણ પાસે LPG કનેક્શન છે તો તમને પણ ગેસ કનેક્શન સરળતાથી મળી જશે. તેના માટે તમારે કોઇપણ પ્રકારના એડ્રેસ પ્રુફની જરૂર નહીં પડે. ઓયલ માર્કેટિંગ કંપનીઓએ ગ્રાહકો માટે આ સુવિધા આપી છે. તેનો ફાયદો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત પણ લઇ શકાય છે. આ સુવિધા અંતર્ગત જો પરિવારમાં માતા-પિતા, ભાઇ-બહેન અથવા કોઇપણ અન્ય સંબંધીઓના નામ પર પહેલાથી જ કોઇ ગેસ કનેક્શન લીધેલુ છે તો પરિવારના અન્ય સભ્ય આ જ સરનામા પર કનેક્શન મેળવી શકે છે. બસ આ સરનામાને વેરિફાય કરાવવાનું છે. પરિવારમાં જે ઓયલ માર્કેટિંગ કંપનીનું ગેસ સિલિન્ડર આવે છે, તેની ગેસ એજન્સીમાં જઇને મૂળ કનેક્શનને લગતા ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના છે. વેરિફિકેશન બાદ નવુ ગેસ કનેક્શન મળી જશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મૂળ ગેસ કનેક્શન પર જે સબસિડી મળે છે, તે જ આધારે લેવામાં આવેલા બીજા કનેક્શન પર પણ સબસિડીનો ફાયદો મળશે. ઉજ્જવલા યોજના અંતર્ગત એવા ગેસ કનેક્શન બુક કરી શકાય છે. તમારે ફક્ત તમારુ આધાર કાર્ડ અને જૂના ગેસ કનેક્શનને લગતા ડોક્યુમેન્ટ્સની કોપીને ગેસ એજન્સીમાં જઇને જમા કરાવવાની છે અને નવુ ગેસ કનેક્શન અપ્લાય કરવાનું છે. તમને જણાવી દઇએ કે એક જ સરનામા પર અનેક ગેસ કનેક્શન લઇ શકાય છે. તમામ ગેસ કનેક્શન આધાર સાથે લિંક્ડ હોય છે, તેથી કોઇપણ પ્રકારના ગોટાળા થવાની શક્યતા નથી. સરકાર એક જ સરનામા પર અનેક ગેસ કનેક્શનની સુવિધા સતત વિસ્તારી રહી છે. LPG ગેસ કનેક્શનની ઓનલાઇ અરજી અથવા તેને ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ઘણી સરળ થઇ ગઇ છે.