રિપોર્ટ@દેશ: એલઓસી પર પાકિસ્તાન તરફથી ગોળીબાર, એક જવાન શહીદ

 
ઘટના
સેનાના જવાનોએ એન્કાઉન્ટરમાં 3 આતંકીઓને ઠાર કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

LOC  પર પાકિસ્તાન તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો, પરંતુ એક જવાન પણ શહીદ થયો. કહેવામાં આવી રહ્યું છે કે અખનૂરના કેરી બટ્ટલ વિસ્તારમાં શુક્રવારે પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. મોડી રાત સુધી લાંબા સમય સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો.-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. કિશ્તવાડમાં સેનાના જવાનોએ એન્કાઉન્ટરમાં 3 આતંકીઓને ઠાર કર્યા છે.

અત્યાર સુધી માહિતી અનુસાર ઓપરેશન દરમિયાન બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો. આ ફાયરિંગમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. 9 એપ્રિલથી ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન આજે ફરી એકવાર સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.સેના 9 એપ્રિલથી કિશ્તવાડના છત્રુ જંગલમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ગુરુવારે પણ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ પછી સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. સેનાના જવાનો જ્યારે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે આતંકીઓએ અચાનક તેમના પર ગોળીબાર કરી દીધો હતો.