રીપોર્ટ@દેશ: ગુજરાત અને રાજસ્થાન ATSએ પાકિસ્તાનથી ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો

 
ગુજરાત
5 કિલો મેથામ્ફેટામાઈન ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સની ધરપકડ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત અને રાજસ્થાન ATSએ સાથે મળીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ સિન્ડીકેટનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત એટીએસએ પ્રેસ કોન્ફરન્સ કરીને ઓપરેશનની તમામ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત એટીએસ અને રાજસ્થાન એટીએસએ સાથે મળીને પાકિસ્તાનથી આવેલા 5 કિલો મેથામ્ફેટામાઈન ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સની નેશનલ હાઈવે 68 પરથી ધરપકડ કરી હતી.

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ અને રાજસ્થાન એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા ATS પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. પટેલની ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાત એટીએસે જણાવ્યું કે, NH-68 પર નાકાબંધી બાદ આરોપી શંકરરામ રમેશરામ અને સલમાન લાલાખાનની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી 25 કરોડની કિંમતના 5 કિલો મેથામ્ફેટામાઇન જપ્ત કરવામાં આવ્યું હતું આ કન્સાઇન્મેન્ટ કથિત રીતે પાકિસ્તાન સરહદ પારથી દાણચોરી માટે આવ્યું હતું. NDPS એક્ટ હેઠળ તપાસ ચાલુ છે.