રીપોર્ટ@દેશ: ભારતીય સેનાની ચેતવણીથી પાકિસ્તાની સેનામાં ફફડાટ, જાણો શું છે સમગ્ર મામલો?

 
ભારતીય સેના
બંકરનું બાંધકામ તત્કાળ ધોરણે બંધ કરાવી દેવામાં આવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમાં પાકિસ્તાની સેના એક સ્થળ પર બંકરનો બાંધકામ કરી રહી હતી.આ બાંધકામનો ભારતીય સેનાએ વિરોધ દર્શાવીને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. ભારતીય આર્મીની ચેતવણીથી પાકિસ્તાની સેનામાં ભયનો માહોલ જોવા મળ્યો અને સત્વરે બાંધકામ બંધ કરી દીધું, તાજેતરમાં જમ્મુના કેજી કૃષ્ણા ઘાટી સેક્ટર સામે પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહેલા ગેરકાયદેસર બંકર નિર્માણનો ભારતીય સેનાએ સખત વિરોધ કર્યો હતો. ભટ્ટલ નાગરિકોની આડમાં સુરક્ષાના નામ પર બંકરનું બાંઘકામ કરી રહ્યા હતા.

આ અંગે ભારતીય સેનાએ પડકાર અને સખત શબ્દોમાં ચેતવણી પાકિસ્તાની સેનાને આપીને બંકરનું બાંધકામ તત્કાળ ધોરણે બંધ કરાવી દેવામાં આવ્યું. ભારતીય આર્મીની કડક ચેતવણી અને આક્રમક તેવર જોઈને પાકિસ્તાની સૈનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તેમણે તાત્કાલિક અસરથી બાંધકામ બંધ કરી દીધું હતું. નોંધનીય છે કે, પાકિસ્તાની સેના ભટ્ટલ વિસ્તારના નાગરિકોને ઢાલ બનાવીને તેમની આડમાં LOC પર વ્યૂહાત્મક બંકરો બનાવી રહી હતી. જેવી ભારતીય જવાનોને આની જાણ થઈ, તેમણે લાઉડસ્પીકર દ્વારા સીધી ચેતવણી આપી કે જો કામ બંધ નહીં કરવામાં આવે તો તેનું પરિણામ ભોગવવું પડશે. આ ગર્જના સાંભળતા જ પાકિસ્તાની સેનાએ કામ પડતું મૂકીને પીછેહઠ કરી હતી.