રીપોર્ટ@દેશ: ગુજરાત કેડરના IPS રાકેશ અસ્થાના બન્યા દિલ્હીના નવા પોલીસ કમિશ્નર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે દેશની રાજધાની દિલ્હીના નવા પોલીસ વડા કોણ તે બાબતે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાનો અંત આવ્યો છે. ગૃહ વિભાગે ગઈકાલે સાંજે ગુજરાત કેડરના આઈ.પી.એસ. રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશ્નર તરીકે નિયુકત કર્યા છે. અને આજે તેઓને પોતાના હોદાનો ચાર્જ સંભાળી લેવા પણ નિર્દેશ આપ્યો છે. ગુજરાત કેડરના
 
રીપોર્ટ@દેશ: ગુજરાત કેડરના IPS રાકેશ અસ્થાના બન્યા દિલ્હીના નવા પોલીસ કમિશ્નર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે દેશની રાજધાની દિલ્હીના નવા પોલીસ વડા કોણ તે બાબતે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાનો અંત આવ્યો છે. ગૃહ વિભાગે ગઈકાલે સાંજે ગુજરાત કેડરના આઈ.પી.એસ. રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશ્નર તરીકે નિયુકત કર્યા છે. અને આજે તેઓને પોતાના હોદાનો ચાર્જ સંભાળી લેવા પણ નિર્દેશ આપ્યો છે.

રીપોર્ટ@દેશ: ગુજરાત કેડરના IPS રાકેશ અસ્થાના બન્યા દિલ્હીના નવા પોલીસ કમિશ્નર
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

ગુજરાત કેડરના 1984 બેંચના આઈ.પી.એસ. રાકેશ અસ્થાના સુરત પોલીસ કમિશ્નર તરીકે સેવા આપ્યા બાદ તેઓની સી.બી.આઈ.ના ડાયરેકટર તરીકે નિયુકતી કરવામાં આવી હતી. જયાં સીબીઆઈના વડા આલોક વર્મા સાથે વિવાદ સર્જાયો હતો. જે ચર્ચાના એરણે ચડયો હતો. સીબીઆઈમાં વિવાદ થયા બાદ રાકેશ અસ્થાનાને બી.એસ.એફના વડા તરીકે બેસાડી દેવામાં આવ્યા હતા તાજેતરમાં દિલ્હીના પોલીસ કમિશ્નર એસ.એચ.શ્રીવાત્સવ સેવા નિવૃત થયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તેમના હોદ્દનો ચાર્જ સીનીયર આઈપીએસ અધિકારી બાલાજી શ્રીવાસ્તવને સોંપવામાં આવ્યો હતો. દિલ્હીના નવા પોલીસ વડા કોણ તે બાબતે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાનો ગઈકાલે સાંજે અંત આવ્યો હતો. અને ગૃહવિભાગે 31 જુલાઈએ વય મર્યાદાના કારણે નિવૃત થતા ગુજરાત કેડરના આઈપીએસ રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યા છે.