રીપોર્ટ@દેશ: LPG ગેસ સિલિન્ડરના બુકિંગ પર થશે 900 રૂપિયાની બચત, જાણો કેવી રીતે ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે દેશભરમાં LPGના ભાવ આસમાને છે. થોડા દિવસો પહેલા ઘરેલું સિલિન્ડરના ભાવમાં રૂ 25.50નો વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ Paytm લોકો માટે એક ખાસ ઓફર લઈને આવ્યું છે. જે અંતર્ગત તમે સિલિન્ડર બુકિંગ પર 900 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં 14.2 કિલો
 
રીપોર્ટ@દેશ: LPG ગેસ સિલિન્ડરના બુકિંગ પર થશે 900 રૂપિયાની બચત, જાણો કેવી રીતે ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે દેશભરમાં LPGના ભાવ આસમાને છે. થોડા દિવસો પહેલા ઘરેલું સિલિન્ડરના ભાવમાં રૂ 25.50નો વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ Paytm લોકો માટે એક ખાસ ઓફર લઈને આવ્યું છે. જે અંતર્ગત તમે સિલિન્ડર બુકિંગ પર 900 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં 14.2 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત 834.5 રૂપિયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

IOCએ પેટીએમની આ ઓફર વિશે તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી માહિતી આપી છે. IOC તેના ગ્રાહકોને સિલિન્ડર બુકિંગ પર મળતી આ ઓફર વિશે જણાવ્યું છે કે, પેટીએમ દ્વારા Indane LPG રિફિલ બુકિંગ પર 900 રૂપિયા સુધીનું કેશબેક મેળવો. સિલિન્ડર બુકિંગ માટે IOC એ એક લિંક પણ આપી છે. જો તમે Paytm યુઝર છો તો તમે આ ઓફરનો લાભ લઈ શકો છો. પરંતુ તેનો લાભ ફક્ત તે જ ગ્રાહકોને મળશે, જે Paytm એપ્લિકેશન દ્વારા પ્રથમ વખત LPG સિલિન્ડર બુક કરશે. ખાસ વાત એ છે કે 3 LPG સિલિન્ડર બુક કરાવવા પર યુઝર્સ 900 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકે છે. આ સિવાય, વપરાશકર્તાઓને પેટીએમ ફર્સ્ટ પોઇન્ટ્સની ખાતરી પણ મળશે, જે તેઓ તેમના વોલેટ બેલેન્સમાંથી રિડીમ કરવામાં સક્ષમ હશે.

કેવી રીતે બુક કરવું

  • આ ઓફર માટે પહેલા તમારે તમારા મોબાઇલ ફોનમાં Paytm App ડાઉનલોડ કરવી પડશે.
  • હવે તમારી ગેસ એજન્સીમાંથી સિલિન્ડર બુક કરો.
  • આ માટે Paytm App માં Show more પર ક્લિક કરો, પછી Recharge and Pay Bills પર ક્લિક કરો.
  • હવે તમને book a cylinder કરવાનો વિકલ્પ દેખાશે, તેના પર જઈને તમે તમારા ગેસ પ્રોવાઈડરને પસંદ કરો.
  • તમારા ગેસ પ્રોવાઈડરને પસંદ કરો, જ્યાં તમને ત્રણ વિકલ્પો ભારત ગેસ (Bharat Gas), ઇન્ડેન ગેસ (Indane Gas) અને એચપી ગેસ (HP Gas) દેખાશે
  • ગેસ પ્રોવાઈડરની પસંદગી કર્યા પછી, તમારો નોંધાયેલ મોબાઇલ નંબર અથવા એલપીજી આઈડી અથવા
  • ગ્રાહક નંબર દાખલ કરો
  • હવે Proceed બટન પર ક્લિક કરો અને પછી ચુકવણી કરો.
  • બુક થયેલ સિલિન્ડર સીધા તમારા ઘરે પહોંચાડવામાં આવશે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો