રીપોર્ટ@દેશ: જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના, વૈષ્ણોદેવીના રસ્તા પર ભૂસ્ખલન, 5 લોકોના મોત

 
ઘટના
શ્રદ્ધાળુઓની સુરક્ષાને જોતા માતા વૈષ્ણોદેવી યાત્રા પર રોક 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જમ્મુમાં ભારે વરસાદ વચ્ચે માતા વૈષ્ણોદેવીના માર્ગ પર અચાનક ભૂસ્ખલન થયું હતું. આ દુર્ઘટના અર્ધકુંવારી પાસે બની હતી જ્યાં હજારો શ્રદ્ધાળુ દરરોજ માં વૈષ્ણોદેવીના દરબારમાં જાય છે. જોરદાર વિસ્ફોટ થતા પહાડ પરથી કાટમાળ અને મોટા પથ્થર ટ્રેક પર આવી ગયા હતા. આ ઘટનામાં 5 લોકોના મોત થયા છે જ્યારે 14થી વધુ લોકો ઘાયલ થયા છે. વૈષ્ણોદેવીના માર્ગ પર ભૂસ્ખલન થતા યાત્રા રોકવામાં આવી છે. ઘાયલોને સારવાર માટે કટરા સ્થિત હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. દુર્ઘટના બાદ શ્રાઇન બોર્ડ અને સુરક્ષાદળોએ રાહત અને બચાવ કામ શરૂ કર્યું છે. 

સ્થાનિક તંત્ર અને પોલીસની સાથે સાથે NDRFની ટીમ પણ એલર્ટ મોડ પર છે. ભૂસ્ખલનની તસવીરો પણ સામે આવી છે જેમાં ટ્રેક પર ફેલાયેલા કાટમાળ જોઇ શકાય છે. વરસાદ વચ્ચે સુરક્ષાકર્મી શ્રદ્ધાળુઓને રસ્સી અને બેરિકેડિંગની મદદથી સુરક્ષિત સ્થળે ખસેડતા જોઇ શકાય છે. જમ્મુ શહેરના સુંજવા વિસ્તારમાં પૂરનું પાણી ફરી વળ્યું છે.શ્રદ્ધાળુઓની સુરક્ષાને જોતા માતા વૈષ્ણો દેવી યાત્રાને અસ્થાઇ રોક લગાવી દેવામાં આવી છે.