રિપોર્ટ@દેશ: PM મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આગામી મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ થયું જાહેર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારના નામને મંજૂરી આપવામાં આવી છે. કાયદા મંત્રાલયે આગામી સીઈસી તરીકે નિમણૂક માટે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. 1988 બેચના કેરળ કેડરના IAS અધિકારી ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનર તરીકે કાર્યરત છે.તેઓ વર્તમાન સીઈસી રાજીવ કુમારની નિવૃત્તિ પછી ચાર્જ સંભાળશે, જેઓ આજે 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેના નવા કાયદા હેઠળ નિયુક્ત થનારા જ્ઞાનેશ કુમાર પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર છે.
આ કાયદા હેઠળ, ચૂંટણી સંસ્થાના વડાની પસંદગી માટે રચાયેલી સમિતિમાં મુખ્ય ન્યાયાધીશની જગ્યાએ ગૃહમંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીની (17 ફેબ્રુઆરી, 2025) એ થયેલી પસંદગી સમિતિને તેમના નામને અંતિમ રૂપ આપવામાં આવ્યું અને રાષ્ટ્રપતિને આની ભલામણ કરી.ચૂંટણી આયોગમાં પોતાના કાર્યસ્થળ પહેલા જ્ઞાનેશ કુમાર ઘણા પ્રમુખ પોસ્ટ પર રહી ચૂકેલા છે. આ પદોમાં રક્ષા મંત્રાલયમાં સંયુક્ત સચિવ, ગૃહ મંત્રાલયમાં સંયુક્ત સચિવ અને અધિક સચિવ, સંસદીય બાબતોના મંત્રાલયમાં સચિવ અને સહકાર મંત્રાલયમાં સચિવનો સમાવેશ થાય છે.