રિપોર્ટ@દેશ: પાકિસ્તાનના પીએમ શાહબાઝે કહ્યું અમે શાંતિ મંત્રણા માટે તૈયાર, કાશ્મીર મુદ્દે શું કહ્યું? જાણો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત સામે વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમનું કહેવું છે કે, પાકિસ્તાન શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ભારત સાથે વાત કરવા ઈચ્છે છે. ગુરૂવારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પંજાબના કામરા એરબેઝની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે અધિકારીઓ અને સેનાનું સંબોધન કરતા ઓપરેશન સિંદૂર હેઠળ ભારત-પાકિસ્તાન તણાવ પર વાત કરી અને કહ્યું કે, અમે ભારત સાથે શાંતિ પર વાત કરવા તૈયાર છીએ, જેમાં કાશ્મીરનો મુદ્દો પણ સામેલ હશે.
આ સંબોધન દરમિયાન પાક. વિદેશ મંત્રી ઇશાક ડાર, સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ, સેના પ્રમુખ જનરલ મુનીર અને વાયુસેના પ્રમુખ ઝહીર અહેમદ બાબર સિદ્ધુ પણ સામેલ હતા.કાશ્મીર મુદ્દે વાત કરતા શાહબાઝ શરીફે કહ્યું કે, ‘ભારતે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધો છે. ભારત હંમેશા ભાર મૂકે છે કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ તેમનો વિભન્ન ભાગ છે અને હંમેશા રહેશે.’ભારત તરફથી પાકિસ્તાનની આ ઑફર પર કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું. ગુરૂવારે (15 મે) હોંડુરાસના દૂતાવાસના ઉદ્ઘાટન દરમિયાન ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટપણે કહી દીધું હતું કે, કાશ્મીર પર ચર્ચા ફક્ત એક જ વાત વધી છે કે, પાકિસ્તાન PoKમાં ગેરકાયદે કબ્જા કરેલા ભારતીય વિસ્તારને ક્યારે ખાલી કરશે?