રિપોર્ટ@દેશ: પીએમ મોદી નાઈજીરિયાની રાજધાની અબુજા પહોંચ્યા, તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

 
મોદી

ભારતીય મૂળના લોકોએ વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પીએમ નરેન્દ્ર મોદી રવિવારે નાઈજીરિયાની રાજધાની અબુજા પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીનું, અબુજા 'શહેર ની ચાવી' દ્વારા, નાઈજીરીયાના લોકોના વિશ્વાસ અને આદરના પ્રતીક તરીકે ભેટ કરાયું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરેલી પોસ્ટમાં, વડા પ્રધાન મોદીએ ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો અને લખ્યું કે, હું ઈચ્છું છું કે આ મુલાકાત આપણા દેશો વચ્ચેની દ્વિપક્ષીય મિત્રતાને વધુ મજબૂત કરશે.

વડાપ્રધાન મોદી પોતાના ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ ચરણમાં શનિવારે નાઈજીરીયાના અબુજા શહેરમાં પહોંચ્યા હતા. જ્યાં મંત્રી ન્યેસોમ એજેનવો વાઇકે, વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. 17 વર્ષમાં નાઈજીરિયાની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય બનેલા વડાપ્રધાન મોદી, જ્યારે અબુજા એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ત્યાંના ભારતીય મૂળના નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતીય મૂળના લોકોએ વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. હાથમાં ત્રિરંગો લઈને 'ભારત માતા કી જય'ના નારા લગાવનારા લોકો મોટી સંખ્યામાં હતા. મોદીએ તમામનું અભિવાદન સ્વીકાર્યું.

નાઇજિરિયાના રાષ્ટ્રપતિ બોલા અહમદ ટીનુબુએ પણ પોસ્ટ કર્યું હતું: હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નાઇજિરિયાની તેમની પ્રથમ મુલાકાત પર આવકારવા માટે આતુર છું, જે 2007 પછી ભારતીય વડા પ્રધાનની આપણા પ્રિય દેશની પ્રથમ મુલાકાત પણ છે. અમારી દ્વિપક્ષીય ચર્ચાઓ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વિસ્તારવા અને મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો પ્રયત્ન કરશે.

તેઓ શનિવારે નવી દિલ્હીથી ત્રણ દેશોની મુલાકાતે રવાના થયા હતા. તેઓ 17 થી 21 નવેમ્બર દરમિયાન નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે છે. વડાપ્રધાન મોદી 18 થી 19 નવેમ્બર દરમિયાન યોજાનારી 19મી જી-20 સમિટ માટે બ્રાઝિલ જશે. તેમના ત્રણ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં, વડા પ્રધાન મોદી ગયાનાની મુલાકાત લેશે, જ્યાં તેઓ પાંચ દાયકામાં દેશની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન તરીકે ઇતિહાસ રચશે.