રીપોર્ટ@દેશ: PM મોદીએ મમતા બેનર્જી પર કર્યા પ્રહાર, 'આદિવાસી રાષ્ટ્રપતિનું અપમાન બંગાળની જનતા ક્યારેય માફ નહીં કરે'

 
મોદી
આદિવાસી સંથાલ ઉત્સવમાં અવરોધ ઉભા કરવાનો ટીએમસી સરકાર પર આક્ષેપ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સ્વાગતમાં થયેલી ક્ષતિ અને કથિત અપમાનને લઈને રાજકારણ ગરમાયું છે. દિલ્હીથી સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જી સરકાર પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, અહંકારી વ્યક્તિ ગમે તેટલી શક્તિશાળી હોય, તેનો અહંકાર અંતે નાશ પામે છે. પીએમ મોદીએ ચેતવણી આપી હતી કે જે પક્ષે આદિવાસી રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે, તેને જનતા કચડી નાખશે.

પીએમ મોદીએ આક્ષેપ કર્યો હતો કે રાષ્ટ્રપતિ મુર્મુ એક મહત્વપૂર્ણ સંથાલ ઉત્સવમાં ભાગ લેવા બંગાળ ગયા હતા, પરંતુ તૃણમૂલ કોંગ્રેસએ આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો. તેમણે ઉમેર્યું કે, આ માત્ર એક વ્યક્તિનું નહીં પણ આખા આદિવાસી સમુદાય, ભારતના બંધારણ અને લોકશાહીની પરંપરાનું અપમાન છે. પીએમએ બંગાળ સરકારના વલણને "શરમજનક અને અભૂતપૂર્વ" ગણાવ્યું હતું.શનિવારે જ્યારે રાષ્ટ્રપતિ મુર્મુ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે મમતા બેનર્જી તેમનું સ્વાગત કરવા પહોંચ્યા નહોતા. ત્યાં માત્ર સિલિગુડીના મેયર ગૌતમ દેબ હાજર રહ્યા હતા.

આ અંગે રાષ્ટ્રપતિએ ગરિમાપૂર્ણ રીતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "મમતા બેનર્જી મારી નાની બહેન જેવી છે, હું પણ બંગાળની પુત્રી છું. મને ખબર નથી કે તે ગુસ્સે છે કે નહીં, પણ તે મહત્વનું નથી."રાષ્ટ્રપતિએ આદિવાસી કાર્યક્રમને બિધાનનગરથી દૂર ગોસાઈનપુર ખસેડવા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે રાજ્ય વહીવટીતંગૌતમ  જાણીજોઈને એવા સ્થળે કાર્યક્રમ રાખ્યો જ્યાં લોકો માટે પહોંચવું મુશ્કેલ છે. પીએમ મોદીએ પણ આ મુદ્દે કહ્યું કે કદાચ મમતા સરકારને આદિવાસી લોકોના કલ્યાણની પરવા નથી, તેથી તેઓ લોકોને આ કાર્યક્રમમાં જોડાતા અટકાવી રહ્યા છે.