રીપોર્ટ@દેશ: PM મોદીએ પહલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પી

 
મોદી
કહ્યું, 'ભારત આતંકવાદના કોઈ પણ સ્વરૂપ સામે ક્યારેય ઝૂકશે નહીં'

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન મોદીએ આજે પહલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ગત વર્ષે પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાના પીડિતોને દેશ ક્યારેય ભૂલશે નહીં. પીએમ મોદીએ કહ્યું કે, એક રાષ્ટ્ર તરીકે આપણે દુઃખ અને સંકલ્પની આ ઘડીમાં એકજૂથ છીએ. ભારત આતંકવાદના કોઈ પણ સ્વરૂપ સામે ક્યારેય ઝૂકશે નહીં. સહેલાણીઓ જ્યારે પ્રકૃતિનો આનંદ માણી રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ અચાનક અંધાધુંધ ગોળીબાર શરૂ કર્યો.

આતંકીઓએ નામ અને ધર્મ પૂછીને, મહિલાઓ અને બાળકોની નજર સામે જ નિર્દોષ લોકોને ગોળીઓથી વીંધી નાખ્યા હતા. આ કાયરતાપૂર્ણ હુમલામાં કુલ 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા.હુમલા બાદ ભારતની સેનાએ આક્રમક વલણ અપનાવીને આતંકીઓને પાઠ ભણાવ્યો હતો. ભારતીય સેનાએ સરહદ પાર પાકિસ્તાનમાં છુપાયેલા આતંકીઓના 9 ઠેકાણાઓને તબાહ કર્યા. જેમાં 100થી વધુ આતંકીઓ માર્યા ગયા. આ કાર્યવાહીને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. 28 જુલાઈ 2025ના રોજ સેનાએ સૌથી મોટી સફળતા મેળવી.