રીપોર્ટ@દેશ: લોકસભામાં PM મોદીએ કહ્યું, 'મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર'
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમેરિકા અને ઈઝરાયલના ભીષણ હુમલાઓનો સામનો કરી રહેલું ઈરાન પણ ઈઝરાયલ અને ખાડી દેશોમાં સ્થિત અમેરિકન બેઝ પર મોટાપાયે વળતો પ્રહાર કરી રહ્યું છે. યુદ્ધના 24 દિવસ વીતી ચૂક્યા છે અને સમગ્ર વિસ્તારમાં તણાવ ચરમ છે, જેની સારી અસર દુનિયાભરની ઉર્જા જરૂરિયાતો પર જોવા મળી રહી છે. આવા ગંભીર સમયમાં ભારત પણ સતર્કતાથી પોતાના પગલાં ભરી રહ્યું છે. આ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભામાં આ સંકટ પર ભારત સરકારનું વલણ સ્પષ્ટ કર્યું.
લોકસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ અને તેના કારણે ભારતની સામે આવેલા પડકારો પર પોતાના વાત રાખી રહ્યું છે. એસ જયશંકર અને હરદીપ પુરીએ માહિતી આપી છે. આ સંગટને હવે ત્રણ અઠવાડિયાથી વધુ સમય વીતી ચૂક્યો છે. સમગ્ર દુનિયા આ સંકટમાંથી ટૂંક સમયમાં જ સમાધાન શોધવા માટે તમામ પક્ષોને આગ્રહ કરી રહી છે. આ યુદ્ધે ભારત સામે અણધાર્યા પડકારો ઊભા કરી દીધા છે. ભારતની સંસદથી આ સંદેશ દુનિયામાં જવો જોઈએ કે સંકટનું ટૂંક સમયમાં જ સમાધાન થાય. તેમણે યુદ્ધ વચ્ચે પરત ફરેલા ભારતીયોની માહિતી ગૃહમાં આપી અને કહ્યું કે, ભારતીયોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમારા મિશન અસરગ્રસ્ત દેશોમાં સતત ભારતીયોની મદદ કરી રહ્યા છે.
તેઓએ કહ્યું કે, 'મેં પશ્ચિમ એશિયાના મોટા ભાગના દેશોના વડાઓ સાથે બે વખત વાતચીત કરી છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પ્રભાવિત પરિવારોને મદદ આપવામાં આવી રહી છે. પ્રભાવિત દેશોમાં ભારતના તમામ દૂતાવાસ ભારતીયોની મદદ કરી રહ્યા છે. નિયમિત રૂપે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. 24 કલાક કંટ્રોલ રૂમ અને હેલ્પલાઈન સ્થાપિત કરવામાં આવી છે. દેશ-વિદેશમાં ભારતીયોની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા રહી છે. યુદ્ધ શરૂ થયા બાદથી અત્યાર સુધી પોણા ચાર લાખ ભારતીયો સુરક્ષિત ભારત પરત ફર્યા છે. ઈરાનથી જ 1 લાખથી વધુ ભારતીયો ભારત પરત ફર્યા છે. ખાડી દેશોની ભારતીય શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. સરકાર સંવેદનશીલ અને સતર્ક છે.'

