રિપોર્ટ@દેશ: પીએમ મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી, શું કહ્યું? જાણો

 
Republic day
આજે આપણા ભવ્ય ગણતંત્રની 76મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતમાં 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. મુખ્ય સમારોહ કર્તવ્ય પથ પર થશે જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ધ્વજ ફરકાવશે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો આ કાર્યક્રમમાં ભારતના મુખ્ય અતિથિ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું કે, આજે આપણે આપણા ભવ્ય ગણતંત્રની 76મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ.આ અવસર પર અમે તે તમામ મહાન હસ્તીઓને વંદન કરીએ છીએ.

 દિનદયાળ પોર્ટ ઓથોરિટી, ભારત સરકાર (advt)

ગણતંત્ર દિવસના અવસર પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, "આજે આપણે આપણા ભવ્ય ગણતંત્રની 76મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. આ અવસર પર અમે તે તમામ મહાન હસ્તીઓને વંદન કરીએ છીએ, જેમણે આપણા બંધારણનો મુસદ્દો ઘડીને સુનિશ્ચિત કર્યું કે આપણી વિકાસ યાત્રા લોકશાહી, ગૌરવ અને એકતા આધારિત રહે." આ રાષ્ટ્રીય તહેવાર માત્ર આપણા બંધારણના મૂલ્યોનું જતન કરવા સાથે એક મજબૂત અને સમૃદ્ધ ભારત બનાવવા માટેના અમારા પ્રયાસોને પણ મજબૂત બનાવે.