રિપોર્ટ@દેશ: સંસદમાં રાષ્ટ્રપતિનું સંબોધન, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ લોકોને ઘર મળ્યા

 
રાષ્ટ્રપતિ
સ્વામિત્વ યોજના હેઠળ 2.25 કરોડ કાર્ડ રજૂ કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સાંસદમાં કહ્યું કે ભારતના બંધારણનો 75મો જન્મદિવસ હાલમાં મનાવ્યો. દેશમાં મહાકુંભનો મહાપર્વ ચાલી રહ્યો છે. ભારતના અમૃતકાળમાં મારી સરકાર મહેનત કરી રહી છે. પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ લોકોને ઘર મળ્યા. મહાકુંભમાં થયેલી દુર્ઘટના પર દુ:ખી છે.તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને ઈન્ટર્નશીપની સુવિધા મારી સરકારે શરૂ કરી.સ્વામિત્વ યોજના હેઠળ 2.25 કરોડ કાર્ડ રજૂ કર્યા.વન નેશન, વન ઈલેક્શન તરફ મારી સરકાર આગળ વધી રહી છે. ભારત ત્રીજી અગ્રણી ઈકોનોમી બનવાના માર્ગ પર છે. વિકસીત ભારત 2047 માટે સરકારે પાયો નાંખ્યો. સરકારી કર્મચારી માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ છે.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ આગળ કહ્યું કે સરકારી કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની રચના છે. 1.15 કરોડથી વધુ લખપતિ દીદી સારુ જીવન જીવી રહી છે. દેશમાં 3 કરોડ લખપતિ દીદી બનાવાનો લક્ષ્‍ય છે. ડ્રોન દીદી મારફત મહિલાઓનું સશક્તિકરણ કરશે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ આગળ કહ્યું આજની યુવા પેઢી સ્પોર્ટથી લઈ સ્પેસમાં સક્રિય છે. દેશમાં દોઢ લાખથી વધુ સ્ટાર્ટ-અપ છે. AI, ડિજીટલ ટેકનીકી અપનાવવામાં ભારત મોખરે છે. સરકારે વિદ્યાર્થી માટે અદ્યતન શિક્ષણ પ્રણાલી બનાવી છે.