રિપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપી શુભેચ્છાઓ, જાણો વિગતે

દુનિયાનો કોઈ દેશ અમેરિકાનો ખોટો ઉપયોગ કરી શકશે નહીં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં 47માં રાષ્ટ્રપતિ તરીકે 20 જાન્યુઆરી, 2025ના રોજ શપથ લીધા છે. રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ તેણે પોતાના સંબોધનમાં કહ્યું, 'હાલ અમેરિકામાં સુવર્ણકાળ શરૂ થઈ ગયો છે.' તેણે કહ્યું, 'મારા આ કાર્યકાળ દરમિયાન દરેક નિર્ણયમાં અમેરિકા પ્રથમનો વિચાર હશે.' ટ્રમ્પે કહ્યું કે, 'અમે પોતાની સંપ્રભુતા બનાવી રાખશે.દુનિયાનો કોઈ દેશ અમેરિકાનો ખોટો ઉપયોગ કરી શકશે નહીં.' ટ્રમ્પે રાષ્ટ્રપતિ બનવા પર દુનિયાના નેતાઓને તેણે શુભેચ્છાઓ આપી અને શુભેચ્છા સંદેશો મોકલ્યા.
વડાપ્રધાન મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું, 'મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે તમારા ઐતિહાસિક ઉદ્ઘાટન દિવસ પર તમને અભિનંદન. હું આપણા બંને દેશોને ફાયદો પહોંચાડવા અને વિશ્વ માટે વધુ સારા ભવિષ્યને ઘડવા માટે ફરીથી સાથે મળીને કામ કરવા આતુર છું. તમારા સફળ કાર્યકાળ માટે તમને શુભકામનાઓ.'યૂનાઈટેડ કિંગડમના વડાપ્રધાન કીર સ્ટાર્મરે X પર એક પોસ્ટમાં લખ્યું, 'યૂનાઈટેડ કિંગડમ તરફથી, હું ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે તેમના ઉદ્ઘાટન દિવસ પર હાર્દિક શુભેચ્છા પાઠવું છું. મને વિશ્વાસ છે કે, યૂકે અને યૂએસ વચ્ચે વિશેષ સંબંધ આવનારા વર્ષો સુધી ફળતા-ફૂલતા રહેશે.'
યૂક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ ટ્રમ્પને શુભેચ્છાઓ આપતા લખ્યું, 'હું અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ અને અમેરિકન લોકોને શુભેચ્છાઓ આપું છું. આજે પરિવર્તનનો દિવસ છે અને વૈશ્વિક પડકારો સહિત ઘણી સમસ્યાઓના સમાધાનની આશાનો દિવસ પણ છે.'