રીપોર્ટ@દેશ: બ્રાઝિલમાં વડાપ્રધાન મોદીનું 'નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ'થી સન્માન કરાયું

 
વડાપ્રધાન મોદી
બંને દેશોએ ઘણા આંતરરાષ્ટ્રીય મંચો પર પણ સાથે કામ કર્યુ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બ્રાઝિલના સર્વોચ્ચ નાગરિક સન્માન 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ'થી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવ્યા છે.બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વાએ પીએમ મોદીને આ સન્માન આપ્યું છે. આ સન્માન ભારત અને બ્રાઝિલ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે આપવામાં આવ્યું છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ સિલ્વાએ કહ્યું કે, પીએમ મોદીએ બંને દેશો વચ્ચે સહયોગ વધારવામાં ઘણી મદદ કરી છે. બંને દેશોએ ઘણા આંતરરાષ્ટ્રીય મંચો પર પણ સાથે કામ કર્યુ છે. તેથી જ તેમને આ સન્માન આપવામાં આવ્યું છે.

ગતરોજ મંગળવારે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વાએ વડાપ્રધાન મોદીને 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ' થી સન્માનિત કર્યા હતા. બ્રાઝિલના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ભારત અને બ્રાઝિલે ઘણા આંતરરાષ્ટ્રીય મંચો પર પણ સાથે કામ કર્યુ છે. જેનાથી બંને દેશોને ખૂબ ફાયદો થયો છે. આ ઉપરાંત પીએમ મોદીએ બંને દેશો વચ્ચે સહયોગ વધારવામાં ઘણી મદદ કરી છે. તેથી મારા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરી રહ્યો છું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ સંભાળ્યા પછી વિદેશી સરકાર દ્વારા તેમને આપવામાં આવેલું આ 26મુ આંતરરાષ્ટ્રીય સન્માન છે.

વડાપ્રધાન મોદીની અત્યારની વિદેશયાત્રા દરમિયાન 3 જુલાઈના રોજ પશ્ચિમ આફ્રિકન દેશ ઘાનાના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન 'ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીને તેમના 'પ્રતિષ્ઠિત રાજકારણ અને પ્રભાવશાળી વૈશ્વિક નેતૃત્વ' માટે આ સન્માન આપવામાં આવ્યું હતું. ઘાનાના રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામાએ પીએમ મોદીને આ એવોર્ડ અર્પણ કર્યો હતો.