રિપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદીએ આજે બીમા સખી યોજનાની કરાવી શરુઆત, જાણો આ યોજના વિશે વિગતવાર

 
વડાપ્રધાન
સરકારે આ યોજના માટે 100 કરોડ રૂપિયાનું પ્રારંભિક ભંડોળ આપ્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પીએમ મોદીએ આજે પાણીપતથી બીમા સખી યોજનાની શરૂઆત કરાવી છે. આ યોજના દેશભરમાં 18-70 વર્ષની વય જૂથની 1 લાખ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં 10 પાસ મહિલાઓને LIC એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવશે અને તેમને પ્રથમ વર્ષમાં 7000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. બીજા વર્ષે 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષે 5,000 રૂપિયાનું માસિક સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને નાણાકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવાનો છે.

સરકારે બીમા સખી યોજના માટે 100 કરોડ રૂપિયાનું પ્રારંભિક ભંડોળ આપ્યું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓમાં નાણાકીય સાક્ષરતા લાવવાનો અને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. મહિલાઓને આર્થિક રીતે સાક્ષર અને મજબૂત બનાવવા માટે બીમા સખી યોજના હેઠળ ત્રણ વર્ષ માટે વિશેષ તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત મહિલાઓને ત્રણ વર્ષ માટે સ્ટાઈપેનન્ડ પણ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે ટ્રેનિંગ પછી 10મી પાસ મહિલાઓ એલઆઈસી એજન્ટ તરીકે કામ કરશે. સ્નાતક બીમા સખીઓને પણ એલઆઈસીમાં વિકાસ અધિકારીની ભૂમિકામાં કામ કરવાની તક મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીમા સખીઓને નિમણૂક પ્રમાણપત્રનું વિતરણ પણ કરશે.આ યોજનાનું નામ બીમા સખી યોજના છે. એટલે કે આમાં મહિલાઓને વીમા સંબંધિત કામ માટે સક્ષમ બનાવવામાં આવશે. આ યોજના દ્વારા, મહિલાઓને ભારતીય જીવન વીમા નિગમની બીમા સખી તરીકે નિયુક્ત કરવામાં આવશે એટલે કે તેમને LICના એજન્ટ બનાવવામાં આવશે. આ યોજનામાં જોડાયા બાદ મહિલાઓ લોકોનો વીમો કરાવી શકશે. બીમા સખી યોજના હેઠળ મહિલાઓને 7,000 થી 21,000 રૂપિયા સુધી દર મહિને આપવામાં આવશે. યોજનાની શરૂઆતમાં મહિલાઓને દર મહિને 7,000 રૂપિયા આપવામાં આવશે. બીજા વર્ષે આ રકમ 1,000 રૂપિયા ઓછી કરીને 6,000 રૂપિયા કરવામાં આવશે. ત્રીજા વર્ષે 5,000 રૂપિયા દર મહિને આપવામાં આવશે. સાથે જ મહિલાઓને 21,000 રૂપિયાનું અલગ યોગદાન પણ આપવામાં આવશે.