રીપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદી દિલ્હી બ્લાસ્ટ ઘટનાના ઈજાગ્રસ્તો મળ્યા, જાણો વિગતવાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદી LNJP હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેઓ ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરશે. હોસ્પિટલ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. અડધા ડઝનથી વધુ પોલીસ વાહનો પહોંચી ગયા છે. સુરક્ષા માટે બેરિકેડિંગ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. ભૂતાનથી આવીને સીધા એરપોર્ટથી તેઓ LNJP હોસ્પિટલમાં ઘાયલોને મળવા પહોંચ્યા છે.દિલ્હી પોલીસના વરિષ્ઠ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ફરીદાબાદમાં પોલીસ કાર્યવાહી બાદ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ફરીદાબાદ મોડ્યુલના શંકાસ્પદો બે કારમાં દિલ્હી પહોંચ્યા હતા.
લાલ કિલ્લાની સામે હરિયાણા રજીસ્ટ્રેશન નંબર ધરાવતી એક કાર વડે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, જ્યારે બીજી કાર હજુ પણ દિલ્હીમાં સરેઆફ ફરી રહી છે. લાલ રંગની ઈકો સ્પોર્ટ્સ કારનો રજિસ્ટ્રેશન નંબર DL-10 CK 045 છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે બંને કાર એકસાથે દિલ્હી આવીને ચાંદની ચોક પાર્કિંગમાં પણ સાથે હતી. આ કારનો શંકાસ્પદ વ્યક્તિ i20 કારમાં શંકાસ્પદો સાથે વાત કરી હતી. બંને કાર બદરપુર બોર્ડરથી એકસાથે દિલ્હીમાં પ્રવેશીને ચાંદની ચોક અને લાલ કિલ્લાની આસપાસ એકસાથે ફરતી હતી.દિલ્હી પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે મંગળવાર મોડી રાત સુધી કાર કે તેમાં રહેલા શંકાસ્પદો વિશે કોઈ કડી મળી નથી.
હાલ સમગ્ર દિલ્હીમાં નાકાબંધી ગોઠવી વાહનોની તપાસ શરૂ કરવામાં આવી હતી. અધિકારીએ એમ પણ કહ્યું કે, બોમ્બ વિસ્ફોટ નજીક મળેલા બે કારતૂસ પોલીસના નહોતા એટલે દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ વધુ ચિંતિત છે. દેશમાં આતંક ફેલાવવાનું એક મોટું કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું છે, જેમાં ગુજરાતથી લઈને દિલ્હીથી છેક કાશ્મીર સુધીના આતંકવાદનો સમાવેશ થાય છે.

