રીપોર્ટ@દેશ: RBI દ્રારા હવે બદલાશે રૂ.100ની નોટ, નવી નોટો ફાટવાની ચિંતા નહી રહે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ભારતીય ચલણી નોટોમાં અત્યાર સુધી ઘણા બદલાવ થયા છે. 1 રૂપિયાની નોટથી 2000 રૂપિયા સુધીની ચલણી નોટો આવી છે પરંતુ હવે 100 રૂપિયાની એવી નોટ આવશે જે પહેલા કરતા મજબૂત હશે. 100 રૂપિયાની નોટમાં પણ ઘણા બદલાવ થયા છે. સાઇઝથી લઇને કલર સુધીના બદલાવ આપણે સ્વિકાર્યા છે. હવે 100 રૂપિયાની
 
રીપોર્ટ@દેશ: RBI દ્રારા હવે બદલાશે રૂ.100ની નોટ, નવી નોટો ફાટવાની ચિંતા નહી રહે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતીય ચલણી નોટોમાં અત્યાર સુધી ઘણા બદલાવ થયા છે. 1 રૂપિયાની નોટથી 2000 રૂપિયા સુધીની ચલણી નોટો આવી છે પરંતુ હવે 100 રૂપિયાની એવી નોટ આવશે જે પહેલા કરતા મજબૂત હશે. 100 રૂપિયાની નોટમાં પણ ઘણા બદલાવ થયા છે. સાઇઝથી લઇને કલર સુધીના બદલાવ આપણે સ્વિકાર્યા છે. હવે 100 રૂપિયાની નોટ બદલાઇ જશે. તે વધારે ચમકદાર હશે અને RBIએ કહ્યું છે કે, 100 રૂપિયાની નોટમાં વાર્નિશ લાગશે. હાલમાં તેને ટ્રાયલ બેઝ પર બહાર લાવવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ પ્રકારની નવી નોટ પાછળનું કારણ છે કે તે ટકાઉ છે. આવી નોટથી છેતરપિંડીની ઘટનાઓ ઓછી થશે. લોકો નકલી નોટ લઇને તેને વટાવી દેતા હતા પરંતુ આ નોટની નકલ નહી કરી શકે. એક બીજુ કારણ તે પણ છે કે અત્યારે આપણે જે નોટ યુઝ કરીએ છીએ તે જલ્દી ફાટી જવાની બિક રહે છે અને જો કપડા સાથે ધોવાઇ જાય તો ફાટી પણ જાય છે અંતે તમારુ 100 રૂપિયાનું નુકસાન થાય છે. ફાટેલી નોટોને રિપ્લેસ કરવી પડે છે અને તેમાં વધારે રૂપિયા ખર્ચાય છે. માટે પ્લાસ્ટિકની નોટ લાવવાનો વિચાર RBI કરી રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ફીલ્ડ ટ્રાયલ જો સફળ રહેશે તો આ નોટને ધીરે ધીરે માર્કેટમાં લાવવામાં આવશે અને જૂની નોટોને હટાવી લેવામાં આવશે. તેની જગ્યાએ નવી અને વધુ ચમકદાર નોટ આવશે. વાર્નિશવાળી આ નોટો વિશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં વાત કરી છે. તેમણે પોતાના પ્લાનમાં વાર્નિશવાળી નોટને પણ સ્થાન આપ્યુ છે. નવી નોટને વધારે સંભાળીને રાખવાની જરૂર નથી કારણકે તે જલ્દી ફાટશે નહી. પાણીમાં જલ્દી ઓગળશે નહી અને વાર્નિશ પેન્ટના કારણે તે લાંબો સમય નવી જ રહેશે.