રીપોર્ટ@દેશ: ATMમાંથી પૈસા ઉપાડતાં હોય તો વાંચો, મહામારી વચ્ચે RBIએ લીધો મોટો નિર્ણય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે બેન્કના કસ્ટમર્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ATMથી પૈસા ઉપાડતા હોવ તો ફ્રી લિમીટથી વધારે લેવડદેવડ મોંઘી પડશે. RBIએ ATMથી કરવામાં આવતી લેવડદેવડ પર ઇન્ટરચેન્જ ફીઝ વધારી દીધી છે. તેનો મતલબ છે કે જો તમે એક બેન્કની જગ્યાએ બીજી બેન્કના ATMમાંથી પૈસા કાઢો છો તો તે
 
રીપોર્ટ@દેશ: ATMમાંથી પૈસા ઉપાડતાં હોય તો વાંચો, મહામારી વચ્ચે RBIએ લીધો મોટો નિર્ણય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે બેન્કના કસ્ટમર્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ATMથી પૈસા ઉપાડતા હોવ તો ફ્રી લિમીટથી વધારે લેવડદેવડ મોંઘી પડશે. RBIએ ATMથી કરવામાં આવતી લેવડદેવડ પર ઇન્ટરચેન્જ ફીઝ વધારી દીધી છે. તેનો મતલબ છે કે જો તમે એક બેન્કની જગ્યાએ બીજી બેન્કના ATMમાંથી પૈસા કાઢો છો તો તે ટ્રાંજેક્શન પર તમારા વધારે પૈસા કપાશે. આ રૂલ 1 ઓગસ્ટ 2021થી લાગૂ કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ જ રીતે રિઝર્વ બેન્કે કસ્ટમર ચાર્જની સીમા પણ પ્રતિ ટ્રાંજેક્શન 20 રૂપિયાથી વધારીને 21 રૂપિયા કરી દીધી છે. તેનો મતલબ છે કે જો તમે તમારા બેન્કના એટીએમમાંથી પણ ફ્રી ટ્રાંજેક્શન લિમીટ પાર કરીને વધારે પૈસા ઉપાડશો તો તમારે ચાર્જ આપવો પડશે. આ નિયમ 1 જાન્યુઆરી 2022થી લાગૂ થશે. રિઝર્વ બેન્કે બધા બેન્ક ATMમાં નાણાકીય લેવડદેવડ માટે ઇન્ટરચેન્જ ફી વધારીને 15 રૂપિયાથી 17 રૂપિયા કરી દીધી છે. જો તમે ફ્રી લિમીટ કરતા વધારે ટ્રાંજેક્શન કરશો તો તમારે ચાર્જ ચૂકવવો પડશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગ્રાહકો પાસે થી દર મહીને મેટ્રો શહેરોમાં ત્રણ વાર અને જે શહેર મેટ્રો ન હોય તેમાં 5 વાર ટ્રાંજેક્શન કરવા પર કોઇ ચાર્જ લેવામાં આવતો નથી પરંતુ જો તમે આ સીમા પાર કરશો તો હવે ટ્રાંજેક્શન તમને મોંઘુ પડશે. જૂન 2019માં ઇન્ડિયન બેન્ક એસોશિયેશનમા પ્રમુખની અધ્યક્ષતામાં એક કમિટી બેઠક બોલાવવામાં આવી હતી જેમાં આ બદલાવ કરવામાં આવ્યા છે. જો તમે ફ્રી લિમીટ કરતા વધારે ટ્રાંજેક્શન કરશો તો તમારે ચાર્જ ચૂકવવો પડશે. રિઝર્વ બેન્કે કસ્ટમર ચાર્જની સીમા પણ પ્રતિ ટ્રાંજેક્શન 20 રૂપિયાથી વધારીને 21 રૂપિયા કરી દીધી છે. રિઝર્વ બેન્કે બધા બેન્ક ATMમાં નાણાકીય લેવડદેવડ માટે ઇન્ટરચેન્જ ફી વધારીને 15 રૂપિયાથી 17 રૂપિયા કરી દીધી છે.