રીપોર્ટ@દેશ: રશિયાના રાષ્ટ્રપતિ પુતિને PM મોદીની પ્રશંસા કરી, જાણો શું કહ્યું?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને PM મોદીની પ્રશંસા કરતા કહ્યું કે, તેઓ એક સમજદાર નેતા છે. તેઓ તેમના દેશહિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. પીએમ મોદી ક્યારેય એવું કોઈ પગલું નહીં લે જેનાથી ભારતીયોને નુકસાન થાય. પુતિને કહ્યું કે વેપાર અસંતુલનને દૂર કરવા માટે ભારતમાંથી આયાત વધારવામાં આવશે.અમેરિકા રશિયાથી ક્રૂડ આયાત કરાતા ભારતથી નારાજ છે.
અમેરિકા ભારત પર રશિયાથી ક્રૂડ આયાત ઘટાડવા દબાણ કરે છે પરંતુ ભારત કોઈ દબાણ સામે ઝૂક્યું નથી. પુતિને કહ્યું, ભારતના લોકો ક્યારેય અન્યાય સહન કરી શકતા નથી. હું પીએમ મોદીને ઓળખું છું. તેઓ ક્યારેય આવું પગલું નહીં લે. પુતિને કહ્યું કે ભારત અને રશિયા વચ્ચે ક્યારેય કોઈ વિવાદ થયો નથી. બંને દેશો વચ્ચેના સંબંધો એવા છે કદાચ કોઈની સાથે નહીં હોય. સોચીમાં વાલ્ડાઈ ચર્ચા ક્લબમાં બોલતા, પુતિને કહ્યું કે ભારત વિચાર્યા વિના કોઈ ઉતાવળા નિર્ણયો લેતું નથી. જણાવી દઈએ કે, 2023થી ભારત રિફાઇન્ડ ક્રૂડની નિકાસમાં નોંધપાત્ર રીતે આગળ નીકળી ગયું છે. ભારત રશિયા પાસેથી ક્રૂડ આયાત કરી રિફાઈન કરીને યુરોપિયન દેશોમાં વેચાણ કરે છે.અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો તેમાં અડધો રશિયાથી ખરીદીને લીધે લેવાયો છે. સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન પર યુક્રેન યુદ્ધમાં રશિયાને મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો.
પુતિને સોવિયેત યુનિયનના સમયથી રશિયા-ભારત સંબંધોના "વિશેષ" પ્રકૃતિ પર પ્રકાશ પાડ્યો હતો, જ્યારે ભારત તેની સ્વતંત્રતા માટે લડી રહ્યું હતું. ભારતના લોકો એ વાતને યાદ રાખે છે. અમે પ્રશંસા કરીએ છીએ કે ભારત આ ભૂલી ગયું નથી.પુતિને પીએમ મોદીને મિત્ર ગણાવી તેમની સાથેના ભરોસાપાત્ર સંબંધોથી ખુશ છે. રશિયા વેપાર અસંતુલનને દૂર કરવા માટે ભારત પાસેથી વધુ કૃષિ ઉત્પાદનો અને દવાઓની ખરીદી કરી શકે છે. ભારત પાસેથી વધુ કૃષિ ઉત્પાદનો ખરીદી શકાય છે.