રીપોર્ટ@દેશ: સૂર્ય પર ઉઠેલું સૌર તોફાન 16 લાખ કિમીની ઝડપે ગમે ત્યારે પૃથ્વી સાથે ટકરાઈ શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે સૂર્ય પર ઉઠેલું મહાકાય સૌર તોફાન 16 લાખ કિમી પ્રતિ કલાકની ઝડપે ધસી રહ્યું છે અને તે સોમવારે ગમે ત્યારે પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. નાસાના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ સોલર તોફાનથી પૃથ્વીનું બહારનું વાતાવરણ ગરમ થઈ શકે છે અને તેની સેટેલાઈટ પર સીધી અસર પડશે. તેની
 
રીપોર્ટ@દેશ: સૂર્ય પર ઉઠેલું સૌર તોફાન 16 લાખ કિમીની ઝડપે ગમે ત્યારે પૃથ્વી સાથે ટકરાઈ શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે સૂર્ય પર ઉઠેલું મહાકાય સૌર તોફાન 16 લાખ કિમી પ્રતિ કલાકની ઝડપે ધસી રહ્યું છે અને તે સોમવારે ગમે ત્યારે પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. નાસાના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ સોલર તોફાનથી પૃથ્વીનું બહારનું વાતાવરણ ગરમ થઈ શકે છે અને તેની સેટેલાઈટ પર સીધી અસર પડશે. તેની સાથે જીપીએસ નેવિગેશન, મોબાઈલ ફોન અને સેટેલાઈટ ટીવીના સિગ્નલ નબળા પડી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ તોફાન રવિવાર કે સોમવારે કોઈપણ સમયે પૃથ્વી સાથે ટકરાય શકે છે. જેના કારણે વિશ્વભરમાં લાઇટ ગુલ થઈ શકે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પ્રભુત્વવાળા અંતરિક્ષના એક ક્ષેત્રમાં આ તોફાનનો વધુ પ્રભાવ જોવા મળી શકે છે. તેનાથી ધરતીનું બાહ્વ વાયુમંડળ ગરમ થઈ શકે છે જેની સીધી અસર સેટેલાઇટ પર પડશે, તેનાથી જીપીએસ નેવિગેશન, મોબાઇલ ફોન સિગ્નલ અને સેટેલાઇટ ટીવીમાં વિક્ષેપ પડી શકે છે. પાવર લાઇન્સમાં કરંટ તેજ બની શકે છે. પરંતુ સામાન્ય રીતે આવુ ઓછુ થાય છે કારણ કે ધરતીનું ચુંબકીય ક્ષેત્ર તેની વિરુદ્ધ સુરક્ષા કવચનું કામ કરે છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સ્પેસવેધરના રિપોર્ટ અનુસાર 1582માં આવેલા મહા તોફાન દુનિયામાં જોવા મળ્યું હતું અને તે સમયે લોકોને લાગ્યું કે ધરતી ખતમ થવાની છે. તે સમયના પોર્ટુગલના લેખક સોઆરેસે લખ્યુ છે, ઉત્તરી આકાશમાં ચારે તરફ ત્રણ રાતો સુધી માત્ર આગ જ જોવા મળી રહી હતી.