રિપોર્ટ@દેશ: સોનિયા ગાંધીએ આજે 'ઇન્દિરા ભવન'નું કર્યું ઉદ્દઘાટન, 9A કોટલા રોડ કોંગ્રેસનું નવુ સરનામું

 
ઇન્દિરા ગાંધી
ખેડૂત વિભાગ અને ડેટા વિભાગના અલગ અલગ રૂમ હશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સાંસદ સોનિયા ગાંધીએ દિલ્હીમાં નવી પાર્ટી ઓફિસનું ઉદ્દઘાટન કર્યું છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી પણ હાજર રહ્યાં હતા. કોંગ્રેસની જૂની ઓફિસ લુટિયન્સ બંગલા ઝોનમાં 24 અકબર રોડ પર સ્થિત હતી પરંતુ હવે કોંગ્રેસની ઓફિસનું નવુ સરનામુ કોટલા માર્ગ પર 9-A ઇન્દિરા ગાંધી ભવન થઇ ગયું છે. નવી બિલ્ડિંગની આધારશિલા સોનિયા ગાંધીએ 28 ડિસેમ્બર 2009માં રાખી હતી.

કોંગ્રેસની નવી ઓફિસ કેટલીક આધુનિક સુવિધાથી લેસ છે. બિલ્ડિંગની વચ્ચે રિસેપ્શન બનાવવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર હાઇટેક પ્રેસ કોન્ફરન્સ રૂમ છે. કોંગ્રેસના મીડિયા પ્રભારીની ઓફિસ પણ આ તરફ જ છે.પ્રથમ માળ પર કાર્યક્રમો માટે હાઇટેક ઓડિટોરિયમ બનાવવામાં આવ્યું છે. બીજા, ત્રીજા અને ચોથા માળ પર અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના અધિકારીઓની ઓફિસ હશે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માટે પણ અલગ ઓફિસ હશે.પ્રથમ માળ પર કાર્યક્રમો માટે હાઇટેક ઓડિટોરિયમ બનાવવામાં આવ્યું છે.

બીજા, ત્રીજા અને ચોથા માળ પર અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના અધિકારીઓની ઓફિસ હશે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માટે પણ અલગ ઓફિસ હશે. રિસેપ્શનની પાછળ કેન્ટીન એરિયા છે. ખેડૂત વિભાગ અને ડેટા વિભાગના અલગ અલગ રૂમ હશે. ટીવી ડિબેટમાં સામેલ થનારા પ્રવક્તાઓ માટે પણ નાના-નાના સાઉન્ડપ્રૂફ ચેમ્બર બનાવવામાં આવી છે. નવી ઓફિસમાં પાર્ટીના કેટલાક જૂના નેતાઓની તસવીર પણ લગાવવામાં આવી છે જેમાંથી કેટલાક પાર્ટી છોડીને પણ જતા રહ્યાં છે. આ તસવીરો પાછળ પ્રિયંગા ગાંધીનું મગજ હોવાનું માનવામાં આવી રહ્યું છે.