રીપોર્ટ@દેશ: સુપ્રિમ કોર્ટનો નીચેની કોર્ટોને આદેશ: નિયમિત કેસની સુનાવણી વારંવાર ટાળવી નહીં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે સુપ્રિમ કોર્ટે નીચલી અદાલતોને મહત્વો આદેશ કર્યો છે. વિગતો મુજબ નીચલી અદાલતોને કોઇપણ કેસમાં સુનાવણી નહીં ટાળવા નિર્દેશ કર્યો છે. દેશની અદાલતોમાં હાલ પણ કરોડો કેસો પેન્ડિંગ છે. તેવામાં અનેક કેસો એવા હોય છે જેનો ચુકાદો આવતાં વર્ષો નીકળી જાય છે. જેથી સુપ્રિમ કોર્ટે આ સ્થિતિ બદલવા
 
રીપોર્ટ@દેશ: સુપ્રિમ કોર્ટનો નીચેની કોર્ટોને આદેશ: નિયમિત કેસની સુનાવણી વારંવાર ટાળવી નહીં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે સુપ્રિમ કોર્ટે નીચલી અદાલતોને મહત્વો આદેશ કર્યો છે. વિગતો મુજબ નીચલી અદાલતોને કોઇપણ કેસમાં સુનાવણી નહીં ટાળવા નિર્દેશ કર્યો છે. દેશની અદાલતોમાં હાલ પણ કરોડો કેસો પેન્ડિંગ છે. તેવામાં અનેક કેસો એવા હોય છે જેનો ચુકાદો આવતાં વર્ષો નીકળી જાય છે. જેથી સુપ્રિમ કોર્ટે આ સ્થિતિ બદલવા નીચલી અદાલતોને આ મહત્વનો નિર્દેશ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારતની અદાલતોમાં આજની તારીખમાં પણ કરોડો કેસ પેન્ડિંગ પડ્યા છે. દેશભરની અદાલતમાં અનેક કેસ એવા છે જેનામાં ચુકાદો આવતા આવતા વર્ષોનાં વર્ષો વીતી જાય છે. જેથી આ સ્થિતિ બદલવા માટે સુપ્રિમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. હવે કોર્ટ નિયમિત રૂપે કેસ પર સુનાવણી નહીં ટાળી શકે. સુપ્રિમ કોર્ટે ટ્રાયલ કોટમાં વારંવાર સુનાવણી ટાળવા પર રોક લગાવી દીધી છે. સુપ્રિમ કોર્ટનો આદેશ છે કે, સુનાવણી ટાળી દેવાની કોઈ પણ અરજીને સ્વીકાર કરશો નહીં.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મધ્યપ્રદેશના એક કેસમાં ચાર વર્ષનો વિલંબ કરવામાં આવ્યો અને તેમાં પણ 10 વાર તો સુનાવણી ટાળી દેવામાં આવી હતી. જેના પર સુપ્રીમ કોર્ટનાં એમ.આર.શાહ અને એ.એસ.બોપન્નાએ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે,હવે સમય આવી ગયો છે કે ,આ કલ્ચરને બદલવામાં આવે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, વારંવાર કોર્ટને સ્થગિત કરવાથી કાયદાકીય કાર્યવાહી ખૂબ જ ધીમી થઈ જાય છે. એવામાં હવે લોકોને કાયદામાં વિશ્વાસ રહે તે માટે કામ કરવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વારંવાર કોર્ટને સ્થગિત કરી દેવાથી લોકોનો વિશ્વાસ ઓછો થઈ જાય છે.