રિપોર્ટ@દેશ: જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો, હાઇલેવલ બેઠક બોલાવી

 
હુમલો

હુમલામાં ત્રણ ગુજરાતીઓ ઘાયલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ પર્યટકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું છે. જેમાં બે પ્રવાસીનું મોત થયું છે. જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થઈ ગયા છે. જેમાં 3 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જેમાં ભાવનગરના વિનુ પટેલ, માનિક પટેલ અને રિનો પાંડેય સામેલ છે. મહારાષ્ટ્રના એસ. બાલાચંદ્રુ અને ડૉ. પરમેશ્વર ઘાયલ થયા છે. આ સિવાય કર્ણાટકના અભિજવન રાવને પણ ઈજા પહોંચી છે.

 

અમિત શાહે વડાપ્રધાન મોદી સાથે વાતચીત કરી છે અને તેમણે હાઈલેવલની બેઠક બોલાવી છે. અમિત શાહ ટુંક સમયમાં જમ્મુ કાશ્મીર પહોંચશે. આતંકવાદી હુમલામાં ચાર પ્રવાસીઓ ઈજાગ્રસ્ત હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ઈજાગ્રસ્તોની સંખ્યા વધવાની આશંકા છે. માર્ચમાં હિમવર્ષા બાદ સેકડોંની સંખ્યામાં પર્યટકો જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. એવામાં પહલગામમાં ટ્રેકિંગ માટે આવેલા પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે. 

 

પ્રવાસીઓ જ્યારે એક પહાડ પર ટ્રેકિંગ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે છુપાઈને બેઠેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. થોડા દિવસ બાદ કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થવાની છે, આ યાત્રામાં પહલગામમાં જ બેઝ કેમ્પ બનાવવામાં આવે છે. ગરમીના કારણે કાશ્મીરમાં ટુરિઝમને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. એવામાં આ આતંકવાદી હુમલાના કારણે કાશ્મીર ગયેલા અન્ય ટૂરિસ્ટોના જીવ પડીકે બંધાયા છે. સાથે સાથે આગામી સમયમાં થનારી અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને પણ સવાલ ઊભા થયા છે.