રીપોર્ટ@દેશ: આજે ગુજરાતનો સ્થાપના દિવસ, વડાપ્રધાન મોદીએ રાજ્યના તમામ લોકોને પાઠવી શુભકામના

 
મોદી
ગુજરાતીઓની સાહસિક વૃત્તિએ રાજ્યને દરેક ક્ષેત્રે અવ્વલ બનાવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે સમગ્ર ગુજરાત 'ગુજરાત સ્થાપના દિવસ'ની ભવ્ય ઉજવણી કરી રહ્યું છે. વર્ષ 1960માં આજના દિવસે બૃહદ મુંબઈ રાજ્યમાંથી અલગ થઈને ગુજરાતની સ્થાપના થઈ હતી. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ પોસ્ટ કરીને ગુજરાતના વિકાસ અને ગૌરવની પ્રશંસા કરી છે.વડાપ્રધાન મોદીએ તેમની પોસ્ટમાં લખ્યું કે, "ગુજરાતના સ્થાપના દિવસ પર રાજ્યના તમામ લોકોને મારી હાર્દિક શુભકામનાઓ.

ગુજરાત આગામી સમયમાં પ્રગતિના નવા શિખરો સર કરે અને સતત વિકાસના માર્ગે અગ્રેસર રહે તેવી હું પ્રાર્થના કરું છું."પીએમ મોદીએ ગુજરાતીઓના સ્વભાવ અને આવડતની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, "ગુજરાતના નાગરિકો તેમની ગતિશીલતા, અથાણ મહીનત અને ઉદ્યોગ સાહસિકતાને કારણે આજે વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. ગુજરાતીઓની સાહસિક વૃત્તિએ રાજ્યને દરેક ક્ષેત્રે અવ્વલ બનાવ્યું છે."વડાપ્રધાને ગુજરાતને ભારતની વિકાસયાત્રાનું મહત્વનું એન્જિન ગણાવ્યું હતું.