રીપોર્ટ@દેશ: કેન્દ્રીય કેબિનેટ દ્વારા આજે અનેક મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી, સરકારે 1 લાખ કરોડનું ફંડ ફાળવ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેન્દ્રીય કેબિનેટ દ્વારા અનેક મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. જેમાં શહેરો માટે નવા પ્રોજેક્ટ્સ, સ્ટાર્ટઅપ્સ માટે નવું ફંડ અને નોઈડા મેટ્રો વિસ્તરણ સહિતના અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત અને આસામ માટે પણ વિશેષ જાહેરાતો કરવામાં આવી છે. આ જાહેરાતને કારણે ગુજરાતને મોટો ફાયદો થયો છે.ગુજરાતમાં પણ આદિવાસી બેલ્ટને ખુબ જ મોટો ફાયદો થયો છે. ગુજરાતના આદિવાસી બેલ્ટ પર વિસ્તરેલો નેશનલ હાઇવે 56નાં બે બ્લોકને ફોરલેન બનાવવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. જેના અંતર્ગત ગુજરાતમાં NH-56 ના અપગ્રેડેશન હેઠળ ધમાસિયા-બિટાડા અને નસારપોર-મલોથા સેક્શનને ફોર-લેન બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ 4,583 કરોડ રૂપિયાનોનો ખર્ચ કરવામાં આવશે.
સરકાર દ્વારા 1 લાખ કરોડ રૂપિયાના ફંડને મંજૂરી આપવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરોને આધુનિક અને શ્રેષ્ઠ બનાવવાનો છે. આ યોજના હેઠળ ખાનગી રોકાણને આકર્ષવા, સ્માર્ટ સિટી, ટ્રાન્સપોર્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો અને માર્કેટ-ડ્રિવન શહેરી વિકાસને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય છે. આ ફંડથી શહેરોમાં મોટા પાયે વિકાસ પરિયોજનાઓ શરૂ થશે. નવા સ્ટાર્ટઅપ્સ શરૂ કરનારાઓ માટે સરકારે 10,000 કરોડ રૂપિયાના કુલ કોર્પસ સાથે નવું ફંડ લોન્ચ કર્યું છે. આ અંતર્ગત ડીપ ટેક, AI અને ટેકનોલોજી આધારિત મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ્સને સહાય પૂરી પાડવામાં આવશે. સરકારનો મુખ્ય ભાર વેન્ચર કેપિટલ (VC) રોકાણને વધારવા પર છે, જેથી નવી ટેક કંપનીઓને ફંડિંગ માટે મુશ્કેલી ન પડે.
નોઈડામાં સેક્ટર 142 થી બોટનિકલ ગાર્ડન સુધીની 11.56 કિમી લાંબી મેટ્રો લાઇનને મંજૂરી અપાઈ છે. જેમાં 8 મેટ્રો સ્ટેશન હશે. આનાથી કનેક્ટિવિટી વધશે અને ટ્રાફિકની સમસ્યા ઘટશે. ગુજરાતમાં NH-56 ના અપગ્રેડેશન હેઠળ ધમાસિયા-બિટાડા અને નસારપોર-મલોથા સેક્શનને ફોર-લેન બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ 4,583 કરોડ રૂપિયાનોનો ખર્ચ કરવામાં આવશે.મહારાષ્ટ્ર NH-160A ને પણ અપગ્રેડ કરવાની મંજૂરી અપાઈ છે. હૈદરાબાદ-પનાજી ઈકોનોમિક કોરિડોર પર 80 કિમી રોડને 4-લેન કરવામાં આવશે, જેનાથી વેપાર અને માલસામાનની હેરફેર સરળ બનશે.
આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે 33.7 કિમી લાંબી ટ્વિન-ટ્યુબ રોડ ટનલ બનાવવામાં આવશે. આ ટનલની એક ટ્યુબમાં રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ હશે. આ દેશના સૌથી મોટા અંડરવોટર ટનલ પ્રોજેક્ટ્સમાંનો એક હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલ્વેના ત્રણ મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેનો અંદાજિત ખર્ચ 18,509 કરોડ રૂપિયા છે. જેના અંતર્ગત રેલ્વે નેટવર્કમાં આશરે 389 કિમી નવી લાઈનો/ડબલિંગ કરવામાં આવશે. આ કામગીરી દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકના 12 જિલ્લાઓમાં થશે.

