રિપોર્ટ@ગુજરાત: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રાગડ ખાતે 'મિલિયન માઇન્ડ્સ ટેક સિટી'નું ઉદ્ઘાટન કર્યું, જાણો વિગતે

 
અમિત શાહ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહનો ગુજરાતમાં આજે બીજો દિવસ છે. કેન્દ્રીય તેમણ ત્રાગડ ખાતે ગણેશ હાઉસિંગ દ્વારા 'મિલિયન માઇન્ડ્સ ટેક સિટી'નું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતાં. USD 1.5 બિલિયનના રોકાણ સાથે ગુજરાતનું પ્રથમ IGBC પ્લેટિનમ રેટેડ SEZ IT પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે. તેઓ આજે સાંજ સુધી વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સવારે 10:30 વાગ્યે ત્રાગડ વિસ્તારમાં 'મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક' અને ત્યારબાદ ગાંધીનગર ઇનોવેશન સેન્ટરના ઉદ્ઘાટન કર્યું ત્યારબાદ તેઓ.

બપોરના સત્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા બગીચા, મધુર ડેરી પ્લાન્ટ, પેથાપુરમાં નર્મદા જળ પ્રણાલી અને STP પ્લાન્ટની મુલાકાત લેશે, . દિવસના અંત ભાગમાં યોગ સ્ટુડિયો, પુસ્તકાલય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા માટે તેમની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. બેઠકમાં ટ્રાફિક અને માળખાગત સુવિધાઓ અંગે ચર્ચો થઇ હતી. જેમાં વર્તમાન સમયમાં ચાલતા SG હાઈવે પર ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે અમિત શાહે NHAIના અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી. તેમજ નિર્માણાધીન બ્રિજની આસપાસ ડાયવર્ઝનમાં તકેદારી રાખવા અને મુખ્ય જંકશન પર ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા માટે તેમણે ખાસ ટકોર કરી હતી.

આ ઉપરાંત, તેમણે સરખેજ-ગાંધીનગર હાઈવેના આધુનિકીકરણ અંગે પણ બેઠક યોજી હતી.બેઠક દરમિયાન અમદાવાદ પોલીસ કમિશનરે શહેરના ક્રાઈમ રેટ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. શહેરમાં ગુનાખોરી પર નિયંત્રણ મેળવવા માટે અમિત શાહે પોલીસ તંત્રને વધુ સતર્ક રહેવા અને ટેકનોલોજી આધારિત મોનિટરિંગ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો.મ્યાનમાર, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જેવા નબળા શાસિત, આર્થિક રીતે પછાત અને લશ્કરી શાસિત રાજ્યોથી ઘેરાયેલું, ભારત નેપાળ, જેની સાથે તેની સરહદો છિદ્રાળુ છે, અને શ્રીલંકામાંથી પણ ડ્રગ્સની હેરાફેરીનો ભય ધરાવે છે.