રીપોર્ટ@દેશ: દરેકને મફતમાં રસી આપો, મોદી સરકાર માટે 30 હજાર કરોડ કંઈ ન કહેવાય: મમતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોના સંકટને લઈને ફરી એકવાર કેન્દ્ર સરકારને આડેહાથ લીધી છે. રાજ્યની વિધાનસભામાં સંબોધન કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર માટે 30 હજાર કરોડ રૂપિયા સામાન્ય વાત છે. સમગ્ર દેશમાં એક વેક્સિન કાર્યક્રમ થવો જોઇએ. મુખ્યમંત્રીએ આ પહેલા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને તમામ નાગરિકોને મફતમાં
 
રીપોર્ટ@દેશ: દરેકને મફતમાં રસી આપો, મોદી સરકાર માટે 30 હજાર કરોડ કંઈ ન કહેવાય: મમતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોના સંકટને લઈને ફરી એકવાર કેન્દ્ર સરકારને આડેહાથ લીધી છે. રાજ્યની વિધાનસભામાં સંબોધન કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર માટે 30 હજાર કરોડ રૂપિયા સામાન્ય વાત છે. સમગ્ર દેશમાં એક વેક્સિન કાર્યક્રમ થવો જોઇએ. મુખ્યમંત્રીએ આ પહેલા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને તમામ નાગરિકોને મફતમાં કોરોનાની રસી મળી રહે તે માટે અપીલ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મમતા દીદીએ પ્રધાનમંત્રીને પીએમ કેયર્સ ફંડ વિશે સવાલ કર્યો અને કહ્યું કે, તે રસી માટે 30 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કેમ નથી કરી રહી ? જ્યારે કરોડો રૂપિયા ખર્ચીને નવી સંસદ અને પ્રતિમાઓ બનાવી રહી છે. આખરે પીએમ કેયર્સ ફંડ શું છે ? તેમણે પશ્ચિમ બંગાળમાં રાજ્ય ચૂંટણી દરમ્યાન આટલી મોટી રકમ ખર્ચ કરવા મુદ્દે પણ કટાક્ષ કર્યો હતો. મમતાએ કહ્યું કે, ભાજપે પોતાના નેતાઓ, કેન્દ્ર અને અન્ય રાજ્યોના મંત્રીઓ માટે અનેક હોટલ બૂક કરી હતી.

આ સાથે સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, તે એક કાવતરું હતું. મને ખબર નથી કે તેમણે વિમાનો અને હોટલોમાં કેટલા કરોડ ખર્ચ કર્યા. અહીં પૈસા પાણીની જેમ વહાવી રહ્યા હતા. જો તેઓએ તેની જગ્યાએ રસી આપી હોત તો તે રાજ્ય માટે વધુ સારૂ હોત. તેમણે એમ પણ કહ્યું કે, અગાઉ તેમણે કેન્દ્રને પત્ર લખ્યો હતો અને રાજ્યને રસી ખરીદવાની મંજૂરી આપવા કહ્યું હતું પરંતુ તેમણે મંજૂરી આપી ન હતી. હવે રાજ્યમાં ઓક્સિજન ગેસના સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.