રીપોર્ટ@દેશ: કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સંક્રમિત, અશોક ગેહલોત, રાજીવ સાતવને કોરોના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે રાજકીય નેતાઓ સંક્રમિત બનવાની વચ્ચે આજે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોરોનાગ્રસ્ત બન્યાં હોવાનું સામે આવ્યુ છે. આજે સવારે તેમણે ટ્વિટ કરી આ માહીતિ આપી હતી. આ સાથે કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ રાજીવ સાતવનો પણ કોરોના રીપોર્ટ પોઝીટિવ આવ્યો છે. હાલ બન્ને નેતાઓએ અપીલ કરી છે કે,
 
રીપોર્ટ@દેશ: કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સંક્રમિત, અશોક ગેહલોત, રાજીવ સાતવને કોરોના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે રાજકીય નેતાઓ સંક્રમિત બનવાની વચ્ચે આજે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોરોનાગ્રસ્ત બન્યાં હોવાનું સામે આવ્યુ છે. આજે સવારે તેમણે ટ્વિટ કરી આ માહીતિ આપી હતી. આ સાથે કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ રાજીવ સાતવનો પણ કોરોના રીપોર્ટ પોઝીટિવ આવ્યો છે. હાલ બન્ને નેતાઓએ અપીલ કરી છે કે, તેમના સંપર્કમાં આવેલા તમામ લોકો પોતોનો કોરોના ટેસ્ટ કરાવી લે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક દિવસ પહેલા બુધવારે સીએમ ગહેલોતની પત્ની સુનિતા ગહેલોત કોરોના પોઝિટિવ આવ્યા હતા. સીએમ ગહેલોતે ગુરુવારે સવારે ટ્વીટ કરી પોતે પોઝિટિવ હોવાની જાણકારી આપી છે. સીએમ ગહેલોતે જણાવ્યુ છે કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સીએમે ટ્વીટ કરતા કહ્યુ કે કોવિડ ટેસ્ટ કરાવવા પર આજે મારો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મારામાં કોઈ પ્રકારના લક્ષણો નથી અને હું સારુ અનુભવી રહ્યો છુ. કોવિડ પ્રોટોકોડનું પાલન કરતા હું આઈસોલેશનમાં રહીને કામ કરવાનું ચાલુ રાખીશ.’

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ રાજીવ સાતવ કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે કોંગ્રેસના જ અન્ય નેતા રેણુકા ચૌધરીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું કે, સામાન્ય લક્ષણો જોવા મળ્યા બાદ કોરોના ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે તાજેતરમાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કહ્યું છે કે, તેઓ કોવિડ પ્રોટોકોલનું પાલન કરે અને ખુદનો કોરોના ટેસ્ટ કરાવે.