રિપોર્ટ@દેશ: બાંગ્લાદેશમાં અનામત વિરુદ્ધ ભડકી હિંસા, ઓછામાં ઓછાં 25 લોકોનાં મોત

 
હિંસા
વડાપ્રધાન શેખ હસીનાના આશ્વાસન છતાં આંદોલનકારીઓ શાંત ન થયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બાંગ્લાદેશમાં અનામત વિરોધી દેશવ્યાપી આંદોલનમાં દેશના અલગ-અલગ વિસ્તારોમાં ઓછામાં ઓછાં 25 લોકોનાં મોત થયાં છે.આ ઉપરાંત સેંકડો લોકો ઇજાગ્રસ્ત થયા છે. આંદોલન અને હિંસા સતત વધી રહી છે. પ્રદર્શનકારીઓ કેટલાંક સ્થળો પર પોલીસદળની સાથે હિંસક સંઘર્ષ કરી રહ્યા છે.દેશના કેટલાક ભાગોમાં ઇન્ટરનેટની સેવાઓને બંધ કરી દેવામાં આવી છે. પ્રદર્શનકારીઓની માંગણી છે કે સરકારી નોકરીઓમાં અનામત રદ કરવામાં આવે.બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાએ બુધવારે જ્યારે રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યાં હતાં ત્યારે બધાની નજર તેમના પર હતી કે તેઓ શું કહેશે. લોકો રાહ જોઇએ રહ્યા હતા કે સરકાર હાલની પરિસ્થિતિમાં કયો રસ્તો કાઢશે.

વડાપ્રધાનના ભાષણ પર અનામત વિરોધી આંદોલનકારીઓ કેવી પ્રતિક્રિયા આપશે તે અંગે પણ ઉત્સુકતા હતી. પ્રદર્શનકારીઓએ વડાં પ્રધાનના ભાષણને નકારવામાં વધારે સમય ન બગાડ્યો. આ ભાષણ પછી અનામત વિરોધી આંદોલનકારીઓએ "સંપૂર્ણ બંધ"નું એલાન કર્યું. દેશના અલગ-અલગ વિસ્તારોમાં રાતથી જ હિંસક પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા.એક તરફથી અનામતનો વિરોધ કરનાર લોકો તો બીજી તરફ સત્તાધારી પાર્ટીના અલગ-અલગ સંગઠનો પણ રસ્તા પર આવી ગયા.ત્યારબાદ પાટનગર ઢાકા અને અલગ-અલગ વિસ્તારોમાંથી મૃત્યુના અહેવાલો આવી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિ જોતા લાગે છે કે વડાં પ્રધાને બુધવારની રાતે આપેલા ભાષણ પછી સંધર્ષ વધારે ઉગ્ર બન્યો.વડાપ્રધાન શેખ હસીનાએ આંદોલનકારીઓને ધીરજ રાખવાનો આગ્રહ કર્યો હતો. 

રાજકીય પર્યવેક્ષક મોહિઉદ્દીન અહમદે કહ્યું, "વર્તમાનમાં પરિસ્થિતિમાં એક સરકારના વડાં પોતાની સરકારના સમર્થનમાં જે પ્રકારની ચોખવટ કરી શકે એવી જ વાત શેખ હસીનાએ કરી હતી. અનામત વિરોધીઓનું કહેવું છે કે તેમને વડાં પ્રધાનના ભાષણ પર જે આશા હતી તે પૂર્ણ ન થઈ. ઢાકાના અલગ-અલગ વિસ્તારોમાં અનામત વિરોધી લોકો ગુરૂવારે સવારથી જ રસ્તા પર આવી ગયા હતા.ઢાંકા કૅન્ટોનમૅન્ટ પાસે આવેલો ઈસીબી સંકુલ પણ એક એવો વિસ્તાર છે જ્યાં મોટાપાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન લોકો અનામતની વ્યવસ્થામાં સુધારાની તરફેણમાં નારા લગાવવામાં આવી રહ્યા. વિદ્યાર્થીઓએ તે જ સમયે કેટલાક વાહનોમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી.વડાં પ્રધાન હસીનાએ બુધવારે રાષ્ટ્રના નામે પોતાના ભાષણમાં અનામત સુધાર આંદોલન વિશે જે કહ્યું તેના વિશે કેટલાક વિદ્યાર્થીઓ વાંધો ઉઠાવ્યો હતો.