રીપોર્ટ@દેશ: કોરોના કહેર વચ્ચે 21 દિવસનું લોકડાઉન થશે ? સરકારે સેનાને કરી એલર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે દેશભરમાં દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ હવે સરકાર 21 દિવસ માટે ફરી એક વખત લોકડાઉન લગાવી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે. જોકે સૌથી મોટી વાત એ છે કે, આ વખતે લોકડાઉન દરમ્યાન સ્થિતિ સંભાળવાની પરિસ્થિતિ સ્થાનિય પોલીસની જગ્યાએ સેના
 
રીપોર્ટ@દેશ: કોરોના કહેર વચ્ચે 21 દિવસનું લોકડાઉન થશે ? સરકારે સેનાને કરી એલર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે દેશભરમાં દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ હવે સરકાર 21 દિવસ માટે ફરી એક વખત લોકડાઉન લગાવી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે. જોકે સૌથી મોટી વાત એ છે કે, આ વખતે લોકડાઉન દરમ્યાન સ્થિતિ સંભાળવાની પરિસ્થિતિ સ્થાનિય પોલીસની જગ્યાએ સેના પર હશે. સમગ્ર લોકડાઉન દરમ્યાન સેના મોર્ચો સંભાળશે. આ માટે સેના અને અર્ધસૈનિક બળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશના મોટાભાગના રાજ્યમાં હોસ્પિટલોમાં બેડ, ડોક્ટર, ઓક્સિજન, મેડિસિન અને અન્ય ચિકિત્સક ઉપકરણોની કમી આવી ગઈ છે. રોજ ત્રણ લાખથી વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને હજારો લોકોની કોરોનાથી મોત થઇ રહી છે. બીજી લહેર દરમ્યાન સંક્રમણ સૌથી વધુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, પંજાબ સહીત લગભગ 10 રાજ્યોથી વધુમાં આવી રહ્યું છે. ઝડપથી વધતા સંક્રમણ ધ્યાનમાં રાખતા કેટલાક રાજ્યોએ નાનું લોકડાઉન લગાવ્યું છે, તો કોઈ એ જિલ્લા અથવા શહેરોમાં નાઈટ કર્ફ્યુ અથવા વિકેન્ડ કર્ફ્યુ લગાવ્યું છે. અમુક રાજ્યમાં આંશિક બંધ છે. છતાં સંક્રમણના દરોમાં કોઈ ખાસ ઘટાડો જોવા મળી નથી રહ્યો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર દ્વારા સંક્રમણ રોકવા માટે લેવામાં આવેલા પગલાં વધુ કામમાં નથી આવી રહ્યા એવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે કોઈ મોટો નિર્ણય લઇ શકે છે. જોકે પુરા દેશમાં સંપૂર્ણ લોકડાઉનને લઇ સ્થિતિ સ્પષ્ટ નથી. મીડિયા સૂત્રોની સૂચના મુજબ એ કહેવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર સરકાર ઓછામાં ઓછા 21 દિવસનું લોકડાઉન લગાવી શકે છે, પરંતુ અધિકારીક રીતે સરકાર તરફથી કોઈ પ્રકારના કોઈ સંકેત સામે આવ્યા નથી. જો કે રવિવારની મોડી રાત્રે સુપ્રીમ કોર્ટેના એક નિર્ણયમાં કેન્દ્ર સરકારને આ સલાહ જરૂર આપી હતી કે સરકાર થોડા દિવસો માટે સંપૂર્ણ લોકડાઉન લગાવવું જોઈએ.