રીપોર્ટ@દેશ: કેજરીવાલ અને સિસોદિયા નિર્દોષ જાહેર થયા પછી ભાજપે કહ્યું, 'હાઇકોર્ટમાં આ નિર્ણય કેટલો ટકશે તે જોવાનું રહ્યું'

 
કેજરીવાલ
પુરાવા બિલ્કુલ નહોતા તો કોર્ટે આરોપ લગાવવાની પરમિશન કેવી રીતે આપી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટે દ્વારા પુરાવાઓના અભાવનો હવાલો આપતા દારુ નીતિ મામલે મુક્ત કરાતા બીજેપી નેતાઓએ તીખી પ્રતિક્રિયાઓ આપી છે. બીજેપીના સાંસદ સુધાંશુ ત્રિવેદી એ કહ્યું છે કે, આપણે એ વિચારવું જોઈએ કે જો આરોપો નિરાધાર હતા તો પછી આરોપો લાગ્યા કેવી રીતે? ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું," જુઓ નિચલી કોર્ટે પુરાવાઓના અભાવે તેમને છોડી દીધા છે. આ ટેકનિકલ વિષય છે. એ વાત પણ સાચી છે કે સેંકડોની સંખ્યામાં સિમ કાર્ડ અને ફોન પુરાવાના સ્વરૂપે નષ્ટ કરવામાં આવ્યા છે. હવે તે ક્યાં ભાવથી પુરાવાઓ નષ્ટ કરવામાં આવ્યા હતા, તે કારણે પુરાવાઓનો અભાવ ઉત્પન્ન થયો છે.

આ વિષયને લઈને પણ સીબીઆઈ આગળવનું પગલું ભરશે, તે હાઈકોર્ટમાં જશે અને શું થશે તે જોવાનું રહ્યું. જ્યાં સુધી પાર્ટીનો સંદર્ભ છે આ સંપૂર્ણ ડિટેલ આવવા સુંધી તેના વિશે જવાબ આપવામાં આવશે. તે વાત પણ વિચારણીય છે કે જો પુરાવા બિલ્કુલ નહોતા તો કોર્ટે આરોપ લગાવવાની પરમિશન કેવી રીતે આપી."ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ પણ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને નિર્દોષ જાહેર કરવા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, "દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં નીચલી કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે.

ભૂતકાળમાં દિલ્હી હાઈકોર્ટ અને ભારતની સુપ્રીમ કોર્ટે પણ સંબંધિત કેસોમાં કડક અને નિંદનીય ટિપ્પણીઓ કરી છે. હાઈકોર્ટમાં આ નિર્ણય કેટલો ટકી રહે છે તે જોવાનું બાકી છે. કાનૂની પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી."અમિત માલવિયાએ આગળ લખ્યું, 'જો અરવિંદ કેજરીવાલ એટલા પ્રામાણિક હતા તો અનિયમિતતાઓ પ્રકાશમાં આવ્યા પછી દિલ્હી સરકારે નીતિ કેમ પાછી ખેંચી લીધી અને તેમાં સુધારો કેમ કર્યો? આટલા બધા ફોન અને સિમ કાર્ડ કેમ નાશ પામ્યા? કમિશન 6% થી વધારીને 12% કેમ કરવામાં આવ્યું અને વિક્રેતાઓની સંખ્યા આટલી ઘટાડી? આ નિર્ણયો ગંભીર અને વાજબી પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. લાંચ કોઈ બનાવટી વાર્તા નથી આ મુદ્દાઓ કોર્ટ અને જનતા સમક્ષ છે.

વધુ મહત્ત્વની વાત એ છે કે, કેજરીવાલની "એક ખરીદો, એક મફત મેળવો" યોજનાએ દિલ્હીભરના પરિવારોને નુકસાન પહોંચાડ્યું. તેમની નીતિઓએ દારૂના ભાવમાં વધારો કર્યો અને પરિવારોને બરબાદ કર્યા. નૈતિક રીતે નાદાર સરકાર ચલાવવા બદલ તેમને કડક સજા થવી જોઈએ. દિલ્હીના લોકો મતપેટી દ્વારા પોતાનો ચુકાદો આપી ચૂક્યા છે. હવે ન્યાયતંત્ર તેની તપાસ ચાલુ રાખશે. ન્યાયિક તપાસના વધુ તબક્કા બાકી હોવાથી, અંતિમ ચુકાદો હજુ બાકી છે.'દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને તેલંગાણા જાગૃતિના પ્રમુખ કે કવિતા સહિત તમામ 23 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. સ્પેશિયલ જજ (પીસી એક્ટ) જિતેન્દ્ર સિંહે આરોપીઓ સામે સીબીઆઈ દ્વારા શરૂ કરાયેલા કેસને બંધ કરવાનો આદેશ આપ્યો છે.કોર્ટે ચુકાદો આપ્યો કે, "એક્સાઇઝ પોલિસીમાં કોઈ મોટું કાવતરું કે ગુનાહિત ઇરાદો નહોતો." કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષનો કેસ ન્યાયિક તપાસમાં ટકી શક્યો નહીં કારણ કે સીબીઆઈએ માત્ર અનુમાનના આધારે કાવતરું રચવાનો પ્રયાસ કર્યો હતો.