રીપોર્ટ@દહેગામ: કોરોના વેક્સિન લીધા બાદ સંક્રમણનો ભોગ બન્યાં તાલુકા હેલ્થ ઓફીસર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં કોરોનાની વેક્સિનના લીધા પછી પણ કોરોના સંક્રમણ લાગ્યું હોય તેવો સૌપ્રથમ કેસ દહેગામમાં સામે આવ્યો છે. દહેગામમાં તાલુકા હેલ્થ ઓફીસરે વેક્સિન લીધા બાદ સંક્રમિત થતા ચકચાર મચી ગઇ છે. દેહગામમાં કોરોના વેક્સિનેશનનો બીજો ડોઝ લીધા પછી પણ કોરોના થતાં ચોંકાવનારી સ્થિતિ બની છે. જોકે ઘટનાને લઇ હેલ્થ ઓફીસરે આ
 
રીપોર્ટ@દહેગામ: કોરોના વેક્સિન લીધા બાદ સંક્રમણનો ભોગ બન્યાં તાલુકા હેલ્થ ઓફીસર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં કોરોનાની વેક્સિનના લીધા પછી પણ કોરોના સંક્રમણ લાગ્યું હોય તેવો સૌપ્રથમ કેસ દહેગામમાં સામે આવ્યો છે. દહેગામમાં તાલુકા હેલ્થ ઓફીસરે વેક્સિન લીધા બાદ સંક્રમિત થતા ચકચાર મચી ગઇ છે. દેહગામમાં કોરોના વેક્સિનેશનનો બીજો ડોઝ લીધા પછી પણ કોરોના થતાં ચોંકાવનારી સ્થિતિ બની છે. જોકે ઘટનાને લઇ હેલ્થ ઓફીસરે આ મામલે કંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગરના દહેગામમાં હેલ્થ ઓફિસર વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ પણ સંક્રમિત થયા છે. દહેગામમાં THO ડૉ.આર કે. પટેલ વેક્સિન લીધા બાદ સંક્રમિત થતા ચકચારી મચી છે. ત્યારે વેક્સિનની અસરકારકતા પર સવાલ ઉઠ્યો છે. જો કે, એક ઉદાહરણથી સમગ્ર વેક્સિનેશન પર સવાલ ઉઠાવી શકાય નહીં. આર.કે પટેલે 16 જાન્યુઆરીના દિવસે પ્રથમ અને 24 ફેબ્રુ.ના દિવસે બીજો ડોઝ લીધો હતો. સમગ્ર ઘટના વિશે જિલ્લા હેલ્થ ઓફિસર ડૉ.મનુ સોલંકીએ મીડિયા સામે મૌન સેવ્યું છે.