રિપોર્ટ@દાહોદ: દેવગઢ બારીયા નગરપાલિકાની 6 બેઠક પર આજે પેટાચૂંટણી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત

 
ચૂંટણી
કુલ 6 બેઠકો માટે આજે મતદાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેવગઢ બારીયા નગરપાલિકાની 6 બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપના 6 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારથી આ બેઠકો ખાલી પડી હતી. 3 વોર્ડની 6 બેઠકો માટે 10 મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. મતદાન મથક ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.દેવગઢ બારીયા નગરપાલિકાની 6 બેઠકો પર મતદાન શરુ થયુ છે.

ત્રણ વોર્ડની કુલ 6 બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા શરુ છે. વોર્ડ નંબર-1 ની એક બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે તો વોર્ડ નંબર-4 ની બે બેઠકો પર ભાજપ અને આમ આદમી પાર્ટી મેદાને છે.વોર્ડ નંબર-5 ની ત્રણ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે. પેટાચૂંટણી માટે 10 મતદાન મથકો ઉપર મતદાન શરુ છે.કુલ 7406 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

મતદાન મથક ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે.ઉલ્લેખનિય છે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપના 6 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવતા આ બેઠકો ખાલી પડી હતી. આ સમગ્ર મામલે કાનૂની લડાઈ પણ જોવા મળી હતી. અગાઉ ગુજરાત હાઈકોર્ટની સિંગલ બેન્ચે આમાંથી બે બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી પર સ્ટે આપ્યો હતો.