રીપોર્ટ@દાહોદ: સ્વચ્છતાના પ્રચાર ખર્ચમાં ગેરરીતિ, 38 લાખની ગોલમાલથી હડકંપ

અટલ સમાચાર, ડેસ્ક દાહોદ જીલ્લા ગ્રામવિકાસ એજન્સી દ્રારા ગત દિવસોએ ગામડે-ગામડે સ્વચ્છતાના બોર્ડ લગાવવા કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં 1.14 કરોડથી વધુનો ખર્ચ મંજૂર કરી ટેન્ડર વિના અગાઉ નક્કી થયેલા ઠેકેદારને કામ અપાયુ હતુ. જમીનથી 8 ફૂટ ઉંચા અને 6×4 ના બોર્ડ અને સ્વચ્છતાના લખાણનું સ્ટીકર સહિત એક નંગનો ખર્ચ અધધધ… 14990 નક્કી કર્યો છે.
 
રીપોર્ટ@દાહોદ: સ્વચ્છતાના પ્રચાર ખર્ચમાં ગેરરીતિ, 38 લાખની ગોલમાલથી હડકંપ

અટલ સમાચાર, ડેસ્ક

દાહોદ જીલ્લા ગ્રામવિકાસ એજન્સી દ્રારા ગત દિવસોએ ગામડે-ગામડે સ્વચ્છતાના બોર્ડ લગાવવા કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં 1.14 કરોડથી વધુનો ખર્ચ મંજૂર કરી ટેન્ડર વિના અગાઉ નક્કી થયેલા ઠેકેદારને કામ અપાયુ હતુ. જમીનથી 8 ફૂટ ઉંચા અને 6×4 ના બોર્ડ અને સ્વચ્છતાના લખાણનું સ્ટીકર સહિત એક નંગનો ખર્ચ અધધધ… 14990 નક્કી કર્યો છે. જોકે તદ્દન આ પ્રકારનું બોર્ડ હકીકતે સરેરાશ 10 હજારની કિંમતે તૈયાર કરી લગાવી શકાય છે. જોકે ડીઆરડીએ દ્રારા એક નંગે સરેરાશ 5000નો વધુ ખર્ચ કરી 38 લાખનું કથિત કૌભાંડ આચરાયુ હોવાનુ લાગતા અહેવાલ મંગાવાયો છે.

રીપોર્ટ@દાહોદ: સ્વચ્છતાના પ્રચાર ખર્ચમાં ગેરરીતિ, 38 લાખની ગોલમાલથી હડકંપ

દાહોદ જીલ્લા ગ્રામવિકાસ એજન્સીએ ગામોમાં સ્વચ્છતા અને રોજગારીના પ્રચાર-પ્રસાર માટે એક કરોડ ચૌદ લાખનો વર્ક ઓર્ડર આપ્યો છે. જેમાં ગામડે-ગામડે સરેરાશ 55 કિલો વજનના બોર્ડ લગાવવાની કામગીરી થઇ છે. 6×4ના પતરામાં 11 ફુટના બે ઉભા ટેકા સાથે બોર્ડ તૈયાર કરવા ઠેકેદારને કામ આપ્યુ છે. જેમાં ત્રણ ફુટ જમીનમાં રાખી 8 ફુટ જમીનથી ઉપર રહે તેમ બોર્ડ લગાવવાનું છે. બોર્ડ તૈયાર કરવાથી માંડી ગામડે-ગામડે જમીનમાં સિમેન્ટ કોંક્રીટ સાથે ફીટ કરવા 14990નો ભાવ અપાયો છે.

રીપોર્ટ@દાહોદ: સ્વચ્છતાના પ્રચાર ખર્ચમાં ગેરરીતિ, 38 લાખની ગોલમાલથી હડકંપ

સમગ્ર બાબતે વિગતો મેળવતા પ્રિન્ટીંગ ઓફસેટના ઠેકેદારને ટેન્ડર વિના જીલ્લા પંચાયત દ્રારા અગાઉથી નક્કી થયેલ ભાવ મુજબ કામ અપાયુ છે. ઓફસેટના ઠેકેદારે કોઇ વચેટિયાને કમિશનથી કામ સોંપ્યુ હતુ. આ વચેટિયાએ છેક દાહોદથી સાણંદ પંથકમાં ફેક્ટરીને કામ આપ્યુ છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, વર્ક ઓર્ડર મુજબના બોર્ડ પ્રતિ નંગે સરેરાશ 10000માં લગાવી અને ફીટ કરી શકાય તેમ છે. જોકે ગ્રામવિકાસ એજન્સીના સત્તાધિશોએ પ્રતિ નંગે 4990વધુ ખર્ચ કરી સરેરાશ 38 લાખની ગોલમાલ કરી હોવાનુ મનાય છે.

રીપોર્ટ@દાહોદ: સ્વચ્છતાના પ્રચાર ખર્ચમાં ગેરરીતિ, 38 લાખની ગોલમાલથી હડકંપ

આ તરફ રાજ્ય ગ્રામવિકાસ કમિશ્નરની કચેરીને ધ્યાને આવતા દાહોદ ડીઆરડીએને તમામ વિગતો સાથેનો અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે. સીઆરડી કચેરીના સી.જે. પટેલે જણાવ્યુ હતુ કે, કેટલીક વિગતો મળી હોવાથી નિયામક પાસેથી અહેવાલ મંગાવ્યો છે. જેમાં રીપોર્ટ મળ્યા બાદ વધુ તપાસ થઇ શકે છે કે કેમ તે નક્કી થશે. આ તરફ દાહોદ ડીઆરડીએના નિયામક સી.બી.બલાતે જણાવ્યુ હતુ કે, તાત્કાલિક કામગીરી કરવાની હોવાથી ટેન્ડર આપવામાં આવ્યુ નથી. ઉલ્લેખનિય છે કે, જીલ્લા પંચાયતે નિયામક દ્રારા રજૂ થયેલ ડોક્યુમેન્ટને આધારે ઠેકેદારને કામ આપ્યુ છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

કથિત કૌભાંડ કેમ કહી શકાય ?

સૌપ્રથમ તો કામ અપાયુ છે તે ખુદ બોર્ડ બનાવતા ન હોવાથી પેટાકોન્ટ્રાક્ટરને દલાલી ચુકવાય છે. જોકે પેટાકોન્ટ્રાક્ટર પણ બોર્ડ બનાવતા ન હોવાથી છેક અમદાવાદ તરફ કંપનીને કામ આપ્યુ છે. આ તરફ બોર્ડ બનાવતા ખાનગી એકમોને પુછતાં બનાવીને તૈયાર કરી લગાવવા સુધીનો ખર્ચ સરેરાશ 10 હજાર થાય તેમ છે. આથી એકનંગે દોઢગણાથી પણ વધુ રકમનો ખર્ચ કરી સરેરાશ 38 લાખની બચત થતી અટકાવી છે.

બોર્ડનો ખર્ચ આ રીતે સમજીએ.

6×4નું પતરૂ અને કુલ 11 ફુટના બે લોખંડના ટેકા સહિત 55 કિલો વજન થાય છે. જેનો પ્રતિ કિલો 80 લેખે ભાવ ગણીએ તો 4400 થવા જાય છે. જ્યારે તેની ઉપર લખાણનું સ્ટીકરનો ખર્ચ ઉમેરીએ તો સરેરાશ 5200 થાય છે. હવે સમગ્ર બોર્ડ ઉપર નફો સહિતની કિંમત ગણતા ઠેકેદાર સરેરાશ 7000માં વેચી શકે છે. આ પછી બોર્ડ ગામડે લઇ જવા માટે વાહન વ્યવહારનો ખર્ચ, સિમેન્ટ કોંક્રીટનો ખર્ચ અને મજૂરનો ખર્ચ ગણીયે તો વધુમાં વધુ 3000 થાય છે. આથી આખુ બોર્ડ તૈયાર કરવાથી માંડી લગાવવા સુધીનો વધુમાં વધુ ખર્ચ 10 હજારથી પણ ઓછો થઇ શકતો હતો.

ગ્રામવિકાસ એજન્સીના સત્તાધિશો શુ કહે છે ?

બોર્ડના કથિત કૌભાંડ બાબતે નિયામક સી.બી.બલાતે એકવાર ફોન ઉપાડી રૂબરૂ મળો કહી ફોન કટ કરી દીધો હતો. જ્યારે એસબીએમ શાખાના અધિકારી વિવેક પ્રજાપતિએ જણાવ્યુ હતુ કે, હું રજામાં હતો એ દરમ્યાન વર્ક ઓર્ડર સહિતની કામગીરી થઇ છે. આથી ભાવ નક્કી કરવાથી માંડી તમામ વિગતો મને ખબર નથી. જોકે મનરેગાના ડીડીપીસી ધમેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, ભાવ નક્કી કરવા સહિતની કામગીરીમાં કદાચ કોઇ કચાશ રહી ગઇ હશે. જોકે હું અત્યારે રજા ઉપર હોવાથી તમામ વિગતો મોંઢે નથી.