રીપોર્ટ@દાહોદ: માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારો બિનહરીફ, 17માંથી 3 મહિલા

અટલ સમાચાર, દાહોદ દેવગઢબારિયામાં દાહોદ જિલ્લા ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણ સંઘની ચૂંટણી બિનહરીફ થઇ હતી. જેમાં દેવગઢ બારીયા હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક સમિતિના બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ સાથે જીલ્લા ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણ સંઘની આખી 17 સભ્યોની બોડી બિનહરીફ જાહેર થઇ છે. આ 17 સભ્યોમાં ત્રણ મહિલાઓને પણ સ્થાન મળ્યુ છે. આ
 
રીપોર્ટ@દાહોદ: માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારો બિનહરીફ, 17માંથી 3 મહિલા

અટલ સમાચાર, દાહોદ

દેવગઢબારિયામાં દાહોદ જિલ્લા ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણ સંઘની ચૂંટણી બિનહરીફ થઇ હતી. જેમાં દેવગઢ બારીયા હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક સમિતિના બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ સાથે જીલ્લા ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણ સંઘની આખી 17 સભ્યોની બોડી બિનહરીફ જાહેર થઇ છે. આ 17 સભ્યોમાં ત્રણ મહિલાઓને પણ સ્થાન મળ્યુ છે. આ તરફ નગરપાલિકા દ્રારા તમામ સભ્યોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@દાહોદ: માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારો બિનહરીફ, 17માંથી 3 મહિલા

દાહોદ જીલ્લા ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણ સંઘની ચૂંટણી બિનહરીફ થઇ છે. જેમાં દેવગઢબારિયા એસ.આર.હાઇસ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગજેન્દ્રસિંહ પરમાર શિક્ષણ સંઘના બિનહરીફ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. આ સાથે મંત્રી તરીકે પટેલ સુરેશભાઇ એચ અને ઉપપ્રમુખ તરીકે શાહ પંકજભાઇ એમ અને ભાભોર પ્રકાશભાઇ એલની વરણી કરવામાં આવી છે.

રીપોર્ટ@દાહોદ: માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારો બિનહરીફ, 17માંથી 3 મહિલા

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ગજેન્દ્રસિંહ પરમારની શિક્ષણ સંઘના બિનહરીફ પ્રમુખ તરીકે વરણી થતાં પાલિકાના સભ્યો અને અન્ય સામાજીક કાર્યકરોએ તેમને શુભકામનાઓ પાઠવી હતી. જેમાં દેવગઢબારિયા નગરપાલિકાના માજી પ્રમુખ અને હાલ કાઉન્સિલ ડો.ચાર્મિબેન નિલ સોની અને પાલિકા સદસ્યો ઇકબાલ પટેલ, હનિફ પીપલોદીયા, અક્ષય જૈન, સજ્જનબા ગોહિલ તેમજ ભાજપના સક્રિય કાયૅકર નિલભાઇ સોની અને હોદ્દેદારોએ દાહોદ જીલ્લા શિક્ષણ સમિતિ સંધના બિનહરીફ વિજેતા થયેલા પ્રમુખ ગજેન્દ્રસિહ પરમારનુ શાલ ઓઢાવીને ફુલહારથી સન્માન કર્યુ હતુ.